ગુજરાતના દ્રોણ દેસાઈએ દિવાન બલ્લુભાઈ કપ અંડર-19 મલ્ટિડે ટુર્નામેન્ટ દરમિયાન 498 રન બનાવી રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે પોતાની ઇનિંગ્સથી મેદાનમાં તબાહી મચાવી હતી. મંગળવારે, દ્રોણે ગાંધીનગરના શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જેએલ ઇંગ્લિશ સ્કૂલ સામે તેની શાળા સેન્ટ ઝેવિયર્સ (લોયલા) માટે આ શાનદાર ઇનિંગ રમી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા કરાયું ટૂર્નામેન્ટનું આયોજન
દ્રોણ દેસાઈએ તેની મેરેથોન ઈનિંગ દરમિયાન 320 બોલનો સામનો કર્યો, જેમાં 7 છગ્ગા અને 86 ચોગ્ગા સામેલ હતા. એક અહેવાલ અનુસાર આ વાર્ષિક ટુર્નામેન્ટનું આયોજન સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ આવે છે.
500 રન ચૂક્યો દ્રોણ
દ્રોણે મેચ પછી કહ્યું કે તેઓ નિરાશ છે કે તેઓ 500 રનનો આંકડો ચૂકી ગયા કારણ કે તે જાણતો ન હતો કે તેઓ આ રેકોર્ડની આટલી નજીક છે. ગ્રાઉન્ડમાં કોઈ સ્કોરબોર્ડ નહોતું અને કોઈએ તેને કહ્યું ન હતું કે 498 રન પર બેટિંગ કરી રહ્યો હતો, મેં સ્ટ્રોક રમ્યો અને આઉટ થયો પરંતુ હું ખુશ છું કે હું તે રન બનાવવામાં સફળ રહ્યો.
પોતાની જર્ની વિશે કરી વાત
એક ઈન્ટરવ્યુમાં દ્રોણે કહ્યું- મેં 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મારા પિતાએ મને ખૂબ દબાણ કર્યું કારણ કે તેમને લાગ્યું કે મારામાં સારો ક્રિકેટર બનવાની ક્ષમતા છે. ધોરણ 8 થી 12 સુધી હું મારી પરીક્ષા માટે જ શાળાએ જતો હતો. મેં માત્ર ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું છે અને આશા છે કે એક દિવસ હું મારું નામ બનાવીશ.
પ્રણવ ધનાવડેએ બનાવ્યા હતા અણનમ 1009 રન
દ્રોણ દેસાઈ આટલો મોટો સ્કોર કરનાર દેશનો છઠ્ઠા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા મુંબઈનો પ્રણવ ધનાવડે (1009 અણનમ), પૃથ્વી શૉ (546), ડૉ. હેવવાલા (515), ચમનલાલ (અણનમ 506) અને અરમાન જાફર (498) એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહી ચૂક્યા છે.