– લોકરોષ ઈવીએમમાં કેદ થયો, સ્પષ્ટ બહુમતીને લઈ અવઢવ
– ઈવીએમ અને મોકપોલ મળી 3 મશીન બદલવા પડયાં, સ્વીચ ન દબાતી હોવાની ફરિયાદો રહી
તળાજા : તળાજા નગરપાલિકાની સાત વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મની તુલનાએ સાત ટકા જેટલું નીચું મતદાન રહ્યું હતું. મતદાન સાથે લોકરોષ હવે ઈવીએમમાં કેદ થઈ ગયો છે. જેથી મતદારો કયાં પક્ષને પાલિકાની સત્તાની કમાન સોંપશે તે હવે મંગળવારે ખબર પડશે.