Relationship Tips: આજના સમયની છોકરીઓ વિશ્વ જીતવાની હિંમત રાખે છે. એવું કોઈ કામ નથી જેને કરવામાં તે પોતાને સક્ષમ ન માને. ઘરની જવાબદારીઓથી લઈને ઑફિસમાં પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરવું એ મહિલાઓની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે છોકરીઓનું હૃદય નાજુક હોય છે અને તેમની લાગણીઓ ખૂબ કોમળ હોય છે. તેમના હૃદયને નાનામાં નાની વાત સ્પર્શી જાય છે. આ જ કારણ છે કે ઘરે પણ માતા-પિતા ઘણીવાર ભાઈઓને તેમની બહેનો સાથે પ્રેમથી વર્તવાની સલાહ આપતા હોય છે.