Surat Fire : સુરતના ગોડાદરામાં ગેસલાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકો આગની ચપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા છે. આ ઉપરાં 5 જેટલી દુકાનો અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો છે. અચાનક ફ્લેશ ફાયર થતાં લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર મેળવી લેતાં સ્થાનિક દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.