2 અજાણી મહિલાએ બગીચામાં લઈ જઈને ખેલ રચ્યો , 5ની ધરપકડ એકાએક બગીચામાં 3 શખ્સો ધસી આવ્યા અને વૃધ્ધને મારકૂટ કરીને મોબાઈલ ફોનથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ નાસી છૂટયા
જામ ખંભાળિયા, : યાત્રાધામ દ્વારકામાં રહેતા 61 વર્ષના એક વૃદ્ધને બે અજાણી યુવતીઓએ એક સ્થળે મૂકી જવાનું કહીને ગાર્ડનમાં લઈ ગયા બાદ અહીં વાતો કરતા વૃદ્ધ પાસે આવેલા ત્રણ શખ્સોએ મિલીભગત આચરીને મોબાઈલ ફોનમાં રહેલા રૂ. 39,000 ટ્રાન્સફર કરાવી નાસી છૂટયા હતાં. તેઓઆ અન્ય એક યુવકનં રૂા. 4,000ની રોકડ રકમની લૂંટ પણ ચલાવવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે બે દંપતી તેમજ અન્ય એક યુવાન સહિત પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા.