– મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના બનાવમાં 5 ના મોત
– જૂના જાંબુડિયા ગામે ગેસની લાઇન ફાટતાં તરૂણીનું મોતઃ પીપળી ગામે પડી જતાં સગીરાએ જીવ ગુમાવ્યો
મોરબી : મોરબી શહેર, તાલુકામાં આપઘાત, અપમૃત્યુના પાંચ બનાવમાં પાંચના મોત થયા હતા. મોરબી, રફાળેશ્વર તથા નીચી માંડલ ગામે ૩ યુવાનોએ ગળાફાંસો ખાઇ લેતા મોત થયા હતા. જ્યારે જાંબુડિયા ગામે ગેસની લાઇન ફાટતા તરૂણીનું મોત થયું હતું. પીપળી ગામે પડી જતા સગીરાએ જીવ ગુમાવ્યો હતો.