ગાંધીધામમાં ફરી લૂટેરી દુલ્હને યુવકને લૂંટી લીધો
મહારાષ્ટ્રની યુવતીઓ દ્વારા કરાયુ કૃત્ય, દલાલ મહિલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ: ગાંધીધામના સુંદરપુરીમાં છૂટાછેડા થયેલા વેપારીએ મહિલા દલાલને વચ્ચે રાખી મહારાષ્ટ્રની યુવતી સાથે ફરી વખત લગ્ન કર્યા હતા. જે બનાવમાં યુવતી તેની બહેન અને મહિલા દલાલે એક સંપ કરી વેપારી પાસેથી રૂ. ૧.૨૫ લાખ પડાવી લઈ ભાગી ગઈ હતી.