– ત્રણેય શખ્સે યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી
– યુવાને ગામના શખ્સને ફોન કરી મજૂરીએ આવવાનું કહેતા ત્રણ શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો
ભાવનગર : ધોલેરા તાલુકાના ભાણવડ ગામે રહેતા યુવાને મજૂરીએ આવવાનું છે કે નહિ તે શખ્સને ફોન દ્વારા પૂછતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સે લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા તાલુકાના ભાણવડ ગામે રહેતા મહેશભાઈ રમેશભાઈ ઢાઢોદરા પોતાનું મોટરસાયકલ ભાણગઢથી મીંગલપુર જતાં હતા ત્યારે મીંગલપુર ગામ નજીક રસ્તા પર ઊભા હતા.તેવામાં ભાણગઢ ગામના જગદીશ ઉર્ફે જીગરભાઈ વાધેલાને ફોન કરીને કહેલ કે તારે મજૂરીએ આવવાનું છે.