જાપાનની રાજધાની ટોકિયોમાં જન્મદર ઘટવાને લઇને એટલે કે પ્રજનન દરમાં સુધારો લાવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી હવે ઓફિસમાં 4 દિવસ વર્કિંગ ડેનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે હવે જાપાનના લોકોએ અઠવાડિયામા 4 દિવસ જ કામ કરવાનું. ટોક્યોના ગર્વનર યુરિકો કોઇકેએ આ જાહેરાત કરી છે આવતા વર્ષે એપ્રિલ મહિનાથી કર્મચારીઓ પાસે ઓપ્શન હશે કે સપ્તાહમાં ત્રણ દિવસ વીક ઓફ લઇ શકશે
ઓવર ટાઇમ વર્ક કલ્ચર બન્યુ જન્મદર ઘટવાનું કારણ !
છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે લોકો તેમના બાળકોના ઉછેરના કારણે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દે છે. લોકોને સંતાન ન થવા પાછળ આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનન દર નોંધપાત્ર રીતે બગડ્યો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ઘણી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે.
જાપાનીઝ કપલ્સને મળશે પ્રોત્સાહન
ગવર્નર કોઈકેએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે. આ પહેલ જાપાનીઝ કપલ્સને બાળકોના જન્મને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવનાર છે.
ટોક્યો પ્રશાસનના જણાવ્યા મુજબ આ યોજના તે માતા પિતા માટે પણ સહાયક બનશે જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે. તેઓને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે. જેનાથી તેમના પગારમાં સંતુલિત ઘટાડો થશે.
જાપાન જન્મ દર કેટલો ?
- હવે જાપાનના જન્મ દરની જો વાત કરીએ તો, ગયા વર્ષે જાપાનમાં માત્ર 727,277 જન્મનું પ્રમાણ નોંધાયુ હતું. એવું કહેવાય છે કે ઓવર ટાઇમ વર્ક કલ્ચરને કારણે જાપાનનમાં જન્મદર ઘટ્યો.
- જે મહિલાઓને કારકિર્દી અને કુટુંબ વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય શ્રીમંત રાષ્ટ્રોની તુલનામાં વધુ છે જેમાં મહિલાઓની ભાગીદારી 55% અને પુરુષોની 72% છે.
- ચાર-દિવસીય વર્ક-વીક ફ્રેમવર્ક 2022માં 4 ડે-વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવ્યું હતું. સામેલ 90% થી વધુ કર્મચારીઓએ આ શેડ્યૂલ જાળવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી. સિંગાપોર જેવા અન્ય એશિયન દેશોએ પણ લવચીક કામના કલાકો ઓફર કરવા પર ભાર મૂક્યો છે.
- મહત્વનું છે કે ચાર દિવસ વર્ક ડેઝને 4ડે વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પણ અપનાવવામાં આવ્યું હતું જેમાં 90 ટકા કર્મચારીઓએ આ શેડ્યુલને યથાવત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અન્ય એશિયાઇ રાષ્ટ્ર જેવા કે સિંગાપોરમાં પણ કામના કલાકો પ્રત્યે ભાર આપવામાં આવ્યો છે.