વડોદરાઃ કેન્દ્ર સરકારની એનએમએસ( નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ) સ્કીમ માટે આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિસ્શિક્ષણ સમિતિની સ્કૂલોના આચાર્યોની મળેલી બેઠકમાં સ્કોલરશિપ સ્કીમ તેમજ બીજા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.જે અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે શિક્ષણ સમિતિના ધો.૮ના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ સરકારની એનએમએસએસ સ્કોલરશિપ સ્કીમની અને રાજ્ય સરકારની જ્ઞાાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપી હતી.આ પૈકી ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ એનએમએસએસ માટે ક્વોલિફાય થયા હતા.