ભાવનગરમાં મિક્સર મશીન ટ્રકે પલટી મારી હોવાની વાત સામે આવી છે જેમાં ઘોઘા સર્કલ નજીક પલટી મારતા 2 શ્રમિકો દટાયા હોવાની વાત સામે આવી છે જેમા બન્ને શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ઘોઘા સર્કલ નજીક આ ઘટના બનતા આસપાસના સ્થાનિકો અને વેપારીઓ મદદે પહોંચ્યા હતા.
ઘોઘા સર્કલ નજીક ટ્રક પલટી
ભાવનગરના ઘોઘા સર્કલ નજીક ટ્રકે પલટી મારતા બે શ્રમિકો દટાયા હતા અને બન્ને શ્રમિકોને ફાયર વિભાગે બહાર કાઢીને સારવાર હેઠળ ખસેડયા હતા ત્યારે બિલ્ડીંગના કન્સ્ટ્રકશન માટે ટ્રક આવી હતી અને તેમાં સિમેન્ટનો સામન ભરેલો હતો.ઘટનાને લઈ લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્લેબ ભરવા સિમેન્ટની ટ્રક બોલાવાઈ
ભાવનગરના ઘોઘા સર્કલ નજીક ટ્રકે પલટી મારતા દોડધામ મચી હતી સાથે સાથે બિલ્ડીંગના કન્સ્ટ્રકશન કામ માટે સ્લેબ માટેનો ડમ્પર અચાનક નમી ગયો હતો અને 2 શ્રમિકો દટાયા હતા,દટાયેલા 2 લોકોને બહાર કાઢવા ફાયરની ટીમે ક્રેઈન બોલાવી પડી હતી અને સાથે સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે,આસપાસના લોકોના નિવેદન પણ નોંધાયા છે,બન્ને શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે,તો બન્નેને સારવાર હેઠળ ખસેડયા છે અને તેમના પણ નિવેદન લેવામાં આવશે.