32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar જિલ્લામાં 2 બોગસ તબીબો ઝડપાયા, મકાનમાં દવાખાનું ખોલ્યુ

Bhavnagar જિલ્લામાં 2 બોગસ તબીબો ઝડપાયા, મકાનમાં દવાખાનું ખોલ્યુ


ભાવનગર જિલ્લામાં 2 બોગસ તબીબો ઝડપાયા છે. જેમાં ડોકટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. સોનગઢ અને પાલીતાણામાંથી SOGએ આ બોગસ તબીબોને ઝડપ્યા છે. જેમાં ડિગ્રી વગર દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. જેમાં રહેણાક મકાનમાં દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતા હતા. શિહોર તાલુકાનો મેહુલ યાદવ પ્રેક્ટિસ કરતો હતો.

પાલિતાણા તાલુકાનો જેન્તી રાઠોડ પ્રેક્ટિસ કરતો

પાલિતાણા તાલુકાનો જેન્તી રાઠોડ પ્રેક્ટિસ કરતો હતો. જેમાં મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં 2 બોગસ તબીબો ઝડપાયા છે. જેમાં સોનગઢ અને પાલીતાણા ખાતેથી ડોકટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને એસ.ઓ.જીએ ઝડપી લીધા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 તબીબોને ઝડપી લેવામાં આવતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. બંને તબીબોએ ડિગ્રી વગર દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા જેમાં બોગસ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 સોનગઢમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવામાં આવી છે

શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલભાઇ કરશનભાઇ યાદવ 12 સુધી અભ્યાસ હોયને તબીબ ન હોવા છતા તબીબ તરીકે દવાખાનુ ખોલી વગર ડિગ્રીએ મેડીકલ પ્રેકટીસ કરી રહ્યો હતો. બીજી તરફ પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાં જેન્તીભાઇ પાલજીભાઇ રાઠોડ ધોરણ 8 સુધીનો અભ્યાસ કરી તબીબ ન હોવા છતા પોતાના રહેણાંકી મકાનમાં દવાખાનુ ખોલી વગર ડિગ્રીએ પ્રેકટીસ કરી રહ્યો હતો. જેમાં બન્ને ડિગ્રી વગરના તબીબો સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એસ.ઓ.જી ની ટીમે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન અને સોનગઢમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય