Image: X
સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટ માં સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા બાદ 155 કરોડ ના વિવિધ પ્રોજેકટ નો ઉમેરો કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિ બાદ સામાન્ય સભામાં બજેટ મંજુર થયાં બાદ હવે રિવાઈઝ બજેટ અને આગામી વર્ષ માટે ડ્રાફ્ટ બજેટની કવાયત શરૂ થઈ છે ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષે સ્થાયી સમિતિએ રજુ કરેલા કામોની સમિક્ષા શરુ કરી છે અને કામની પ્રગતિ થી તેઓ સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે. જોકે, વિવિધ પ્રોજેક્ટ- કામગીરીમાં ઝોન અને વિભાગ તરફથી માંગવામાં આવતા અભિપ્રાય બાબતે ઝડપી અનેï સ્પષ્ટ રિપોર્ટ આપવા ટીપી વિભાગના સ્થાયી અધ્યક્ષે તાકીદ કરી છે.
સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2024-25 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું ત્યાર બાદ આ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું હતું.