વાવ તાલુકાના છેવાડે આવેલી રાધા નેસડા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં બરડવી ગામ નજીક 15 ફૂટનું ગાબડું પડતર જમીનમાં પડયું હતું જેને લઇ કેનાલ પાણીનો વેડફટ થયો હતો કેનાલ તૂટવાથી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોચતું બંધ થયું હતું જેને લઇ સત્વરે કેનાલનું રિપેરિંગ કામ કરી પાણી છોડવામાં આવે તે ખેડૂતોના હિતમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને પાણી પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી પહોંચાડવામાં બેદરકારીને કારણે કેનાલોમાં ગાબડા પડી રહ્યા હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી છે તો આ બાબતે સરકારી ઓફ્સિમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ સજાગતા દાખવે જેથી સીઝનમાં ખેડૂતોને પૂરતુ પાણી પણ મળી રહે અને કેનાલોને નુકસાન પણ ન થાય તેવી માંગ ઉઠી છે. તેમજ દર શિયાળે પાણી છોડતા ની સાથે કેનાલોમાં પડતા ગાબડા બાબતે રાજ્ય સરકાર ગંભીરતા દાખવી જવાબદારો સામે પગલા ભરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.