30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરનવા સેક્ટરોમાં પાણી વેરાના 1400 બાકીદારોને તંત્ર દ્વારા નોટિસ અપાઇ | 1400...

નવા સેક્ટરોમાં પાણી વેરાના 1400 બાકીદારોને તંત્ર દ્વારા નોટિસ અપાઇ | 1400 arrears of water tax in new sectors were given notice by the system



નગરના જુના સેક્ટરો બાદ

વેરાના બિલની રક ચૂકવવામાં નહીં આવે તો બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નોટિસમાં ફરી નિર્દેશ અપાયો

ગાંધીનગર :  પાટનગરના રહેવાસીઓને અન્ય શહેરોની સરખામણીએ પાણીનો દૈનિક
જથ્થો ઘણો વધુ આપવામાં આવે છે. પરંતુ તેની સામે ગ્રાહકો દ્વારા પાણી વેરો
ચૂકવવામાં તત્પરતા દાખવવામાં આવતી નથી. પરિણામે પાટનગર યોજના વિભાગ દ્વારા થોડા
સમય પહેલા જુના સેક્ટરોમાં ૨ હજાર જેટલા બાકીદારોને નોટિસ અપાયા બાદ નવા
સેક્ટરોમાં પણ ૧૪૦૦ બાકીદારોને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચિમકી
અપાઇ છે.

અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે પાટનગરમાં
પાણી વ્યવસ્થાપન પાછળ જે ખર્ચ કરવામાં આવે છે. તેની સામે પાણી વેરા મારફત મળતી
રકમની કોઇ સરખામણીજ કરી શકાય તેમ નથી. જોકે અહીં માત્ર ખાનગી મકાનોમાં રહેતા
પરિવારો પાસેથી જ પાણી અને ગટર વેરાની વસૂલાત કરવામાં આવે છે. સરકારી આવાસમાં
રહેતા કર્મચારી પરિવારોને અલગથી પાણી વેરાના બિલ મોકલવામાં આવતા નથી. પરંતુ તેમની
પાસેથી જે ભાડું વસૂલવામાં આવે છે. તેમાં જ પાણી વેરાની નજીવી રકમ પણ સામેલ રહે
છે. વધુમાં કહ્યું કે રહેણાંક એકમો દ્વારા મોટાભાગે પાણી વેરાના બિલ ભરપાઇ કરી
દેવામાં આવે છે. પરંતુ શહેરી ગામોના વિસ્તારમાંથી પાણી વેરાની રકમ ભરવામાં આવતી
નથી. પરિણામે રૃપિયા ૨.૨૫ કરોડ જેવા લેણાની સામે માત્ર ૫૦ ટકા જેટલી જ વસૂલાત આવતી
હોય છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નોટિસો કાઢવાના આદેશ અપાયા બાદ જુના
સેક્ટર વિસ્તારમાં ૨ હજાર નોટિસ અપાયા બાદ નવા સેક્ટરોમાં પણ ૧૪૦૦ ગ્રાહકોને નોટિસ
આપવાની સાથે સમય મર્યાદામાં બિલની ચૂકવણી કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે. તેવો ઉલ્લેખ નોટિસમાં જ કરી દેવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય