14 Fake Doctors Caught From Surat : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.
સુરતમાંથી 14 જેટલા બોગસ ડૉક્ટર ઝડપાયા
મળતી માહિતી મુજબ, સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે.