વડોદરાઃ છાણીવિસ્તારમાં બજરંગભવનના ખાંચામાં આવેલા એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં પીઆઇ એ પી ગઢવીએ ટીમ મોકલી દરોડો પાડયો હતો.જે દરમિયાન પોલીસે ૧૧ જુગારીયાઓને ઝડપી પાડી રોકડા રૃ.૫૯૮૦૦, બે મોટર સાઇકલ અને ૯ મોબાઇલ મળી કુલ રૃ.બે લાખની મત્તા કબજે કરી હતી.
પકડાયેલાઓમાં એહમદખાન હુસેનખાન પઠાણ,વિપુલ જગદીશભાઇ નાયક, વિનોદ રમેશભાઇ નાયક(ત્રણેય રહે. બજરંગભવનના ખાંચામાં,છાણી), શૈલેષ ગોપાલભાઇ રાણા,સુરેશ કનુભાઇ પરમાર (બંને રહે.નારાયણનગર,સોખડારોડ), આદર્શ પ્રકાશભાઇ પ્રજાપતિ(જવાહરબાગ ન્યુ સમા), ગૌતમ જયંતિભાઇ મકવાણા(ઓમકાર પુરા, છાણી),અલ્પેશ ભગાભાઇ નાયક (અસિક નગર,છાણી),કિશન દેવાભાઇ ભરવાડ (ઓમકારપુરા),સાયમન મણીભાઇ ખ્રિસ્તી (ખોડિયાર નગર,છાણી)રાજેન્દ્ર રજનીકાન્ત ભાઇ ગાંધી(વાલ્મિકી સોસાયટી, સમા)નો સમાવેશ થાય છે.