– વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો ધંધો કરતા ઘનેશભાઈ સંઘવી પાસેથી બે વર્ષના સમયગાળામાં બધાએ હીરા લીધા પણ પેમેન્ટ કર્યું નહીં
– ઈકો સેલે બે વેપારીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા : નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે
સુરત, : સુરતના મહિધરપુરા ગલેમંડી ખાતે પાંચ જુદાજુદા નામે વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી નવ વેપારી અને બે દલાલે બે વર્ષના સમયગાળામાં રૂ.6.09 કરોડના હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરતા ઈકો સેલે આ અંગે ગુનો નોંધી બે વેપારીની ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જયારે નવ વેપારી પૈકી નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે.