રશિયા શાંતિ કરારો પહેલા યુક્રેનના અનેક વિસ્તારો પર કબજાની ફિરાકમાં
કીવ: રશિયાએ યુક્રેન પર હુમલા કરીને યુદ્ધની શરૂઆત કરી હતી તેને 1000 દિવસ થઇ ગયા છે. જોકે તેમ છતા બેમાંથી એક પણ દેશ સમજૂતી કરવા કે શાંતિ સ્થાપવા માટે તૈયાર નથી. આ સ્થિતિ વચ્ચે હવે રશિયાએ હુમલાની ગતિ વધારી દીધી છે. રશિયાએ રવિવારે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેન પર 120 મિસાઇલ, 90 ડ્રોન છોડયા હતા.