27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશRanveer Allahbadiaની યુટ્યુબ ચેનલ હેક, તમામ વીડિયો થયા ડીલીટ

Ranveer Allahbadiaની યુટ્યુબ ચેનલ હેક, તમામ વીડિયો થયા ડીલીટ


પોપુલર યુટ્યુબર અને ઈન્ફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયા સાયબર એટેકનો શિકાર બન્યો છે. આ કારણે તેની બે યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હતી અને હેકર્સે ચેનલનું નામ બદલીને ટેસ્લા અને ટ્રમ્પ કરી દીધું હતું. તેમની બન્ને ચેનલો પરના વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે અને યુટ્યુબે હાલમાં આ ચેનલો હટાવી દીધી છે.

હેકરે લાઇવસ્ટ્રીમનો ઉપયોગ કરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું

હેકરે લાઇવસ્ટ્રીમનો ઉપયોગ કર્યો હતો (લોકોને ખોટી માહિતી આપતો વીડિયો) જેમાં એલોન મસ્કનો AI જનરેટેડ અવતાર આપવામાં આવ્યો હતો. આ લાઇવસ્ટ્રીમમાં હેકર્સે દર્શકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા કહ્યું અને તેમને ડબલ વળતરના ખોટા વચનો પણ આપવામાં આવ્યા.

લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું

હેકર્સ ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટમેન્ટનો વીડિયો ચલાવી રહ્યા હતા, યુટ્યુબ ચેનલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં OpenAI ન્યૂઝરૂમનું X એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું અને લોકોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પ્રકારનો ફ્રોડ બિટકોઈન ડબલિંગ સ્કેમ કહેવાય છે

રણવીર અલ્હાબાદિયાની ચેનલ પરના AI અવતારમાં દર્શકોને QR કોડ સ્કેન કરવા અને શંકાસ્પદ વેબસાઈટ દ્વારા Bitcoin અથવા Ethereumમાં રોકાણ કરવાની સૂચના આપવામાં આવી છે. હેકર્સે યુઝર્સને Elonweb.net દ્વારા રોકાણ કરવાનું કહ્યું હતું. આ પ્રકારનો ફ્રોડ બિટકોઈન ડબલિંગ સ્કેમ કહેવાય છે. પોપુલર યુટ્યુબ ચેનલોને નિશાન બનાવતા સાયબર ગુનેગારો તેનો ઉપયોગ લોકોને ફસાવવા માટે કરે છે.

યુટ્યુબે બન્ને ચેનલો હટાવી દીધી

યુટ્યુબે રણવીર અલ્લાહબાદિયાની બન્ને ચેનલો હટાવી દીધી છે. પહેલા આ ચેનલને સર્ચ કરવા પર યુટ્યુબ પર એક મેસેજ દેખાતો હતો જેમાં લખ્યું હતું કે, પોલિસીના ઉલ્લંઘનને કારણે આ ચેનલને હટાવી દેવામાં આવી છે. હવે આ ચેનલ સર્ચ કરવાથી ખબર પડે છે કે આ પેજ ઉપલબ્ધ નથી. આ માટે માફ કરશો. બીજું કંઈક શોધવાનો પ્રયાસ કરો.

આ અંગે રણવીર અલ્લાહબાદિયાએ શું કહ્યું?

આ અંગે રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેમણે સ્ટોરી પોસ્ટ કરીને પ્રશ્ન કર્યો કે, આ તેની યુટ્યુબ કારકિર્દીનો અંત છે. આ સિવાય તેણે લખ્યું, ‘ મારી બે મુખ્ય ચેનલ હેક થવાની ઉજવણી મારા ફેવરિટ ફૂડ સાથે કરી રહ્યો છું’ જો કે, તેઓએ ચેનલોની રિકવરી અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

અલ્લાહબાદિયા કેવા પ્રકારના વીડિયો બનાવે છે?

રણવીર અલ્લાહબાદિયાએ 22 વર્ષની ઉંમરે તેની યુટ્યુબ કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તે ફેશનને લગતા વીડિયો બનાવતો હતો, પરંતુ બાદમાં તેણે પોડકાસ્ટ કરવાનું શરૂ કર્યું. તેના કેટલાક પોડકાસ્ટ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા અને તેમની ક્લિપ્સના મીમ વર્લ્ડમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે.

પોડકાસ્ટમાં અનેક દિગ્ગજોએ આપ્યા ઈન્ટરવ્યૂ

અલ્હાબાદિયાના પોડકાસ્ટ વીડિયોમાં અગલ-અલગ ઈન્ડસ્ટ્રીઝના ઘણા દિગ્ગજ લોકો આવી ચૂક્યા છે. જેમાં યુવરાજ સિંહ, કેએલ રાહુલ અને અભિનવ બિન્દ્રા જેવા ખેલૈયાઓથી લઈને બોલીવુડ સ્ટાર્સ અક્ષય કુમરા, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, જ્હોન અબ્રાહમ અને અન્ય ઘણા મોટા નામો સામેલ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય