Rose Tea : ઘરની સુંદરતા વધારવા માટે મોટાભાગે લોકો તેમના ઘરમાં ગુલાબનો છોડ ઉગાડતા હોય છે. આજકાલ ગુલાબ વિવિધ રંગોમાં મળી આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ગુલાબ જોવામાં જેટલું સુંદર લાગે છે તેનાથી વિશેષ તે સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે. તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં પણ કરવામાં આવે છે. જેમ કે, મીઠાઈઓ સજાવવાથી લઈને ગુલકંદ બનાવવા અને તેની સૂકી પાંખડીઓમાંથી શરબત બનાવવા જેવી અનેક જગ્યાએ તેનો ઉપયોગ થતો રહે છે.