યુવકે 17 બાળકોની દાદી સાથે લગ્ન કર્યા, કારણ જાણીને રહી જશો દંગ

0

[ad_1]

  • 25 વર્ષીય યુવક તેના કરતા મોટી મહિલા સાથે લગ્ન કરવાને કારણે ચર્ચામાં
  • કુરાને પોતાનાથી 37 વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કર્યા
  • કુરાનની પત્ની 4 બાળકોની માતા અને 17 બાળકોની દાદી

સોશિયલ મીડિયા પર એક 25 વર્ષીય યુવક તેના કરતા મોટી મહિલા સાથે લગ્ન કરવાને કારણે ચર્ચામાં છે. તેનું નામ કુરાન મકાન છે. કુરાને પોતાનાથી 37 વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કર્યા છે જે 62 વર્ષની છે. બંનેના પહેલા બાળકનો જન્મ પણ ટૂંક સમયમાં થવાનો છે. કુરાન અને તેની પત્ની ચેરીલ મેકગ્રેગોર ઈટાલીમાં રહે છે. આ કપલ Tiktok પર લોકપ્રિય છે. જો કે, હવે લોકો કુરાનને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે જેના કારણે તેઓ પરેશાન થઈ ગયા છે.

લોકોનું કહેવું છે કે, કુરાન તેના નવા લુકને કારણે તેની પત્ની કરતા મોટો દેખાવા લાગ્યો છે. કુરાન અને ચેરિલ એક વીડિયોમાં ડાન્સ કરી રહ્યાં છે જેને હજારો લોકોએ જોયો છે. પરંતુ કુરાન આના પર લોકોએ કરેલી ટિપ્પણીઓથી ખૂબ નારાજ છે. કુરાનને તેની નવી હેરસ્ટાઈલના કારણે વૃદ્ધ ગણાવવામાં આવી રહ્યો છે. એક યુઝરે કહ્યું કે, ‘તમે તમારી પત્ની કરતા મોટા દેખાવા લાગ્યા આ કેવી રીતે શક્ય છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વૃદ્ધ માણસ તેમના જેવો દેખાવા લાગ્યો છે.’ તે જ સમયે, ત્રીજા યુઝરે લખ્યું, ‘ઓએમજી તે વધુ વૃદ્ધ દેખાવા લાગ્યો છે.’

ચેરીલ 17 બાળકોની દાદી

કુરાન અને ચેરીલનું પહેલું બાળક સરોગસીથી બનવા જઈ રહ્યું છે. જોકે ચેરીલ પહેલેથી 4 ચાર બાળકોની માતા અને 17 બાળકોની દાદી છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. ત્યારે કેરટેકર કુરાનની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો જે ચેરીલનો પુત્ર ક્રિસ ચલાવે છે. નવેમ્બર 2020માં કુરેને પ્રથમ વખત ચેરીલને સ્ટોરમાં કેશિયર તરીકે કામ કરતી વખતે જોઈ અને ત્યારથી તે તેના પ્રેમમાં પડ્યો હતો.

કુરાને જુલાઈ 2021માં શેરિલને પ્રપોઝ કર્યું અને બંનેએ એક જ વર્ષે લગ્ન કરી લીધા હતા. કુરાને ચેરીલને ખૂબ જ મોંઘી રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું. તે કહે છે કે શેરિલને તેની પત્ની તરીકે પસંદ કરવા પાછળ ઘણા કારણો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *