ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમમાં ફરી થઇ Dhoniની એન્ટ્રી, કારણ જાણી ચોંકી જશો

0


  • ટી20 સીરિઝની પહેલી મેચ કાલે 27 જાન્યુઆરીએ રાંચીમાં યોજાશે
  • ભારતીય ખેલાડીઓને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા એમએસ ધોની
  • વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને આપી છે ક્લીન સ્વીપ

હાર્દિક પંડયાની કપ્તાનીમાં ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સીરિઝ રમવા જઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચ રાંચીમાં આવતીકાલે 27 જાન્યુઆરીના રોજ રમાવા જઈ રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યુઝીલેન્ડને 3 મેચોની વનડે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ આપી જીત મેળવી છે.

ટી20 સીરિઝ માટે ભરત અને ન્યુઝીલેન્ડની ટીમો રાંચી પહોંચી ગઈ છે. અહી, બંને ટીમો એકબીજાને ટક્કર આપવા માટે જોરદાર નેટ પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ, આ દરમિયાન વિશ્વ કપ વિજેતા પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ બધા જ ખેલાડીઓને જોરદાર સરપ્રાઈઝ આપ્યું.

નારિયળ પાણી પીતા જોવા મળ્યા ધોની

પહેલી ટી20 મેચ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાવા જઈ રહી છે. જ્યારે, ટીમ ઈન્ડિયા અહી પહોંચી તો ધોની પણ તુરંત મેદાન પર આવી પહોંચ્યા અને તેમણે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી કરી. ધોનીને જોઈને તમામ ભારતીય ખેલાડીઓ ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા. તમામે ધોનીને ઘેરી લીધો અને તેમની સાથે હસી મજાક કરવા લાગ્યા. આ દરમિયાન ધોની નારિયળ પાણી પીતા જોવા મળ્યા હતા.

 

ખેલાડીઓએ ધોનીને ઘેરી લીધો

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્ટ્રીનો વિડીયો BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે ઇશાન કિશન, હાર્દિક પંડયા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ કેવી રીતે ધોનીને ઘેરી વળ્યા છે અને તેમની સાથે વાતો કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાંચી ઇશાન કિશનનું પણ હોમ ગ્રાઉન્ડ છે.

ધોનીને જોઈને બાકીના સ્ટાફના લોકો પણ તુરંત આવી ગયા અને ધોની સાથે હાથ મિલાવીને વાતો કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાંક યુવા ખેલાડીઓએ પણ ધોની સાથે વાત કરી. વિડીયોમાં આખરમાં વોશિંગ્ટન સુંદર પણ ધોની સાથે વાત કરતાં જોવા મળે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *