તારી બેટિંગ જોતા લાગે છે તેં મને રમતા જોયો નથી,

0

[ad_1]

  • રાહુલ દ્રવિડનો સૂર્યકુમાર યાદવને મજાકભર્યો કટાક્ષ
  • બીસીસીઆઈએ કોચ રાહુલ દ્રવિડ અને શતકવીર સૂર્યકુમારનો રસપ્રદ ઇન્ટરવ્યૂ શેર કર્યો
  • સૂર્યકુમારે દ્રવિડની મજાકના જવાબમાં મીઠો ફટકો મારતા કહ્યું, મેં તમને જોયા છે

ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં શ્રીલંકન ટીમને 91 રને પરાજય આપી સિરીઝ 2-1થી જીતી લીધી છે અને જીતનો તમામ યશ સ્કાય તરીકે પ્રસિદ્ધ સદીવીર સૂર્યકુમારના ફાળે જાય છે. આંતરરાષ્ટ્રીય ટી20માં ત્રીજી સદી ફટકાર્યા બાદ સૂર્યાએ કોચ રાહુલ દ્રવિડને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. બીસીસીઆઈએ આ ઇન્ટરવ્યૂ ચાહકો માટે શેર કર્યો છે. દ્રવિડે આ ઇન્ટરવ્યૂના આરંભે સૂર્યકુમારની મજાક કરી હતી. તેણે જણાવ્યું હતું કે જે રીતે તું બેટિંગ કરે છે તેને જોતા લાગે છે કે બાળપણમાં તે મને રમતા જોયો નથી. દ્રવિડને ક્લાસિક અને ધીમા બેટ્સમેન તરીકે ઓળખવામાં આવતો હતો અને સૂર્યકુમાર તેનાથી વિપરીત ક્રિકેટ રમતો હોવાના કારણે દ્રવિડે આ મજાક કરી હતી. જો કે સૂર્યાએ તરત વળતો જવાબ આપ્યો હતો કે, મેં જોયા છે…. તે પછી બન્ને ખડખડાટ હસી પડયા હતા.

વિકટ પરિસ્થિતિમાં બેટિંગ કરવામાં આનંદ અનુભવુ છું : સૂર્યકુમાર યાદવ

તે પછી દ્રવિડે સૂર્યકુમારને તેની સૌથી સુંદર હોય તેવી એક કે બે ઇનિંગની પસંદગી કરવા કહ્યું હતું. દ્રવિડે જણાવ્યું હતું કે તમારી બેટિંગ જોઇને દરેક વખતે મને લાગે છે કે આનાથી સુંદર બેટિંગ મેં નથી જોઇ. જો કે દર વખતે તમે મને આૃર્યચકિત કરી દો છો. પાછલા વર્ષથી મને તમારી ઘણી સુંદર ઈનિંગ જોવાની તક મળી છે. તમે તેમાંથી એક કે બેને બહેતરીન ઈનિંગ કહી શકો ખરાં? જવાબમાં સૂર્યકુમારે જણાવ્યું હતું કે મેં હંમેશા મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરવાનો આનંદ ઉઠાવ્યો છે. હું કોઇ એક ઈનિંગ નહીં પસંદ કરી શકું. તે મારા માટે મુશ્કેલ હશે. પાછલા વર્ષે મેં જે કર્યું તેનો આનંદ ઉઠાવી રહ્યો છું. હું મારા તરફથી બસ પ્રયાસ કરી રહ્યો છું અને તેનો આનંદ પણ લઇ રહ્યો છું. કઠિન પરિસ્થિતિઓમાં ઘણી ટીમો મેચને ખેંચવાનો પ્રયાસ કરે છે અને હું પ્રયાસ કરું છું કે રમતને આગળ લઇ જાઉં. તે મારી અને ટીમ માટે કારગત રહે છે.

શોટ સિલેક્શન બાબતે સૂર્યકુમારના વિચારો

જ્યારે દ્રવિડે સૂર્યાને તેના શોટ સિલેક્શન બાબતે સવાલ કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે કેટલાક શોટ તો હું પહેલેથી જ નક્કી કરી લેતો હોઉં છું અને કેટલાક શોટ બોલ પ્રમાણે નક્કી કરું છું. કેટલીક વાર ફિલ્ડિંગનું ધ્યાન રાખવું પડે છે. પ્રેક્ટિસ દરમિયાન બેઝિક બાબતો પર ધ્યાન આપું છું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *