રેસલિંગ ફેડરેશન 72 કલાકમાં જવાબ આપે, યૌન શોષણના આરોપ મામલે સરકાર એક્શનમાં

0

[ad_1]

  • રમતગમત મંત્રાલયે કુસ્તીબાજોના આરોપોને ગંભીરતાથી લીધા
  • મંત્રાલયની રેસલિંગ એસોસિએશનને 72 કલાકમાં જવાબ આપવા નોટિસ
  • વિનેશ ફોગાટે WFI પર મહિલા રેસલર્સના યૌન શોષણના આરોપ લગાવ્યા 

રમતગમત મંત્રાલયે કુસ્તીબાજોના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી રેસલિંગ એસોસિએશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે. એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ બુધવારે રડી પડ્યા અને આરોપ લગાવ્યો કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે. મહિલા રેસલરે તેમને હટાવવા માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી હતી.

રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ફેડરેશનના કામકાજમાં ગેરવહીવટનો ખુલાસો માંગ્યો છે અને તેના પર લાગેલા આરોપો પર આગામી 72 કલાકમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. WFIને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે આ મામલો રમતવીરોના કલ્યાણ સાથે સંબંધિત હોવાથી મંત્રાલયે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે.

મંત્રાલયે વધુમાં કહ્યું છે કે જો WFI આગામી 72 કલાકમાં જવાબ આપવામાં નિષ્ફળ જશે તો મંત્રાલય રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011ની જોગવાઈઓ અનુસાર ફેડરેશન સામે કાર્યવાહી શરૂ કરશે. ઉપરાંત, મહિલા રાષ્ટ્રીય કુસ્તી પ્રશિક્ષણ શિબિર જે 18 જાન્યુઆરી, 2023થી લખનૌમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) ખાતે 41 કુસ્તીબાજો અને 13 કોચ અને સહાયક સ્ટાફ સાથે શરૂ થવાનું હતું તે રદ કરવામાં આવ્યું છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે દાવો કર્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં બીજા કોચોએ પણ મહિલા કુસ્તીબાજોનું શોષણ કર્યું છે. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા પર કુસ્તીબાજોનો સંપર્ક કરે છે.

28 વર્ષીય કુસ્તીબાજે સ્પષ્ટતા કરી હતી કે તેણીએ પોતે આ પ્રકારના દુર્વ્યવહારનો સામનો કર્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે WFI પ્રમુખના કહેવા પર તેમને તેમના નજીકના અધિકારીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી કારણ કે તેમણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પછી તેમની સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવાની હિંમત કરી હતી.

દિલ્હીના જંતર-મંતર પર ચાર કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેસ્યા બાદ વિનેશે કહ્યું, “હું ઓછામાં ઓછી 10-12 મહિલા કુસ્તીબાજોને ઓળખું છું, જેમણે મને WFI પ્રમુખ દ્વારા થતા જાતીય સતામણી વિશે જણાવ્યું હતું. તેઓએ મને તેમની સાથે થયેલા યૌન શોષણ મામલે કહ્યું હતું. અત્યારે તેમના નામ નહીં જણાવું, પરંતુ જો દેશના વડા પ્રધાન અને ગૃહ પ્રધાનને મળીએ તો હું ચોક્કસપણે નામ જાહેર કરી શકું છું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *