વર્લ્ડ ચેમ્પિયન મેસ્સીએ કરી નવા વર્ષની ઉજવણી, તસવીર થઇ વાયરલ

0

[ad_1]

  • નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મેસ્સીએ તમામને શુભેચ્છા પાઠવી
  • ઈન્સ્ટાગ્રામ પર પરિવાર સાથેની સુંદર તસવીર શેર કરી
  • મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિના વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન બન્યું

FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતનાર લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવાર સાથેની એક સુંદર તસવીર શેર કરી છે.

મેસ્સીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીતનાર લિયોનેલ મેસ્સીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવાર સાથેની એક સુંદર તસવીર શેર કરી છે. મેસ્સીની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. 18 ડિસેમ્બરના રોજ કતારમાં રમાયેલી FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-2થી હરાવીને 36 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું, જેમાં મેસ્સી વિજયનો હીરો હતો.

મેસ્સીએ નવા વર્ષે તસવીર શેર કરી

35 વર્ષીય મેસ્સીએ નવા વર્ષના પહેલા દિવસે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ કરી છે. તેણે પોતાના આખા પરિવાર સાથે એક તસવીર શેર કરીને ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. મેસ્સીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પોતાના પરિવાર સાથે એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, “હું આ ક્ષણને મારા કુટુંબ અને મિત્રો સાથે શેર કરું છું, જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે અને જ્યારે પણ હું ભાંગી પડ્યો ત્યારે મને સપોર્ટ આપ્યો છે. આ સાથે મને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વભરના તમામ ચાહકોનો આભાર માનું છું.

FIFA વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન

મેસ્સીએ 2022 FIFA વર્લ્ડ કપની ટ્રોફી જીતીને બધાને પ્રભાવિત કર્યા છે. કતારમાં આર્જેન્ટિનાએ બે વખતના ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને ત્રીજી વખત FIFA વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિના બે વખત FIFA વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. મેસ્સીએ FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કર્યા છે. કુલ 13 ગોલ સાથે મેસ્સી સૌથી વધુ ગોલ કરનારની યાદીમાં ચોથા નંબર પર છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *