રાજકોટમાં મહિલાઓના અધિકાર અને નાણાકીય શિક્ષણ અંગે વર્કશોપ

0

[ad_1]

  • SEBI દ્વારા સખી મંડળની બહેનો માટે “નાણાકીય શિક્ષણ” માટે ખાસ કાર્યક્રમ
  • મહિલાઓના અધિકાર અને કાયદાઓથી માહિતીગાર કરવા વર્કશોપ યોજાયો
  • વર્કશોપમાં 50 જેટલી બહેનોએ ભાગ લઇ વિવિધ યોજનાઓની માહિતી મેળવી

રાજકોટ શહેર ખાતે RMCની પ્રોજેક્ટ શાખા દ્વારા સખી મંડળની બહેનો માટે “નાણાકીય શિક્ષણ” તથા મહિલાઓના અધિકાર અને કાયદાઓથી માહિતીગાર કરવા Securities and Exchange Board of India (SEBI) દ્વારા એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા પંડિત દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાનો મુખ્ય હેતુ શહેરી ગરીબ કુટુંબોને સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ તાલીમ ઉપરાંત વેતન રોજગારની તકો તકો મળી રહે અને તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે તથા શહેરમાં ફેરીયાઓને યોગ્ય જગ્યા, સંસ્થાગત ધિરાણ, સામાજિક સુરક્ષા, અને કૌશલો સુલભ બનાવવાનું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને Securities and Exchange Board of India (SEBI)નાં સહયોગથી સ્વ-સહાય જુથ-SHGની બહેનોને નાણાકીય શિક્ષણ અંગે વોર્ડ નં.01 રૈયા ગામ ખાતે આવેલ 25 ચોરસ મીટર પ્લોટ આંગણવાડીમાં વર્કશોપ યોજવામાં આવેલ હતો.

આ વર્કશોપમાં 50 જેટલી બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં બહેનોને લગતી સરકારની વિવિધ યોજનાઓ તથા રોજગારી સંબંધિત માહિતી ઉપરાંત બહેનો દ્વારા કાર્યરત સ્વ-સહાય જુથ-SHGનાં રજીસ્ટરો અને બેંકનાં વ્યવહારથી માહિતગાર કરવામાં આવેલ હતા.

તદુપરાંત મહિલાઓના હક્કો અને અધિકાર પરત્વે જાગૃતિ માટે કાનૂની માર્ગદર્શક એડવોકેટ સબનમબેન પઠાણ દ્વારા આપવામાં આવેલ હતું. જ્યારે મહિલા અભયમ હેલ્પલાઇન નં.181 દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત RC કરે છે અને ખુબજ ટૂંકા સમયમાં મહિલાઓનાં રક્ષણ માટે કેવી રીતે કામ કરે છે તે અંગે 181 કાઉનશિલર જીનલ વણકર દ્વારા ખુબ રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપેલ હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના પ્રોજેક્ટ ઓફિસર કાશ્મિરા ડી.વાઢેરના માર્ગદર્શન હેઠળ કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરીયા, નયનાબેન કાથડ તથા SMID મેનેજર એસ.કે. બથવાર અને NULM સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવેલ હતી.

(DAY-NULM) યોજનાનાં સામાજીક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ (SMID) ઘટક હેઠળ સ્વ-સહાય જુથ (SHG)ની રચના કરવામાં આવે છે. શહેરી ગરીબી નીચે જીવતી બહેનોને રોજગારીની તકો ઉભી કરવી તથા સામાજિક સુરક્ષા માટેની સરકારશ્રીની યોજનાઓનાં વિવિધ લાભો પ્રદાન કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *