ગાંધીનગર : ગાંધીનગર શહેરના અક્ષરધામ મંદિરથી સેક્ટર ૨૦ તરફ જવાના રોડ
ઉપર ગઈકાલે સાંજના સમયે બાઇક ઉપર જઈ રહેલા દંપતિને ડમ્પરના ચાલકે અડફેટે લીધું
હતું અને ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો
ચાલક નાસી છૂટયો હતો. જે સંદર્ભ સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે.