લગ્નના એક જ મહિનામાં પત્ની દાગીના લઈ ફરાર

0

[ad_1]

Updated: Jan 7th, 2023

અમદાવાદ,તા.7 જાન્યુઆરી 2023,શનિવાર

વાડજ પોલીસ સ્ટેશનમાં લગ્નના એક જ મહિનામાં દાગીના લઈને ફરાર થઈ ગયેલી પત્ની વિરૂદ્ધ પતિએ ગુરૂવારે ઠગાઈની ફરિયાદ કરી છે. લગ્ન પહેલા મહિલાએ પતિને સોનાના દાગીના બનાવવાની વાત કરી હતી. દાગીના તૈયાર થયા બાદ કોર્ટ મેરેજ કર્યા પણ એક મહિના પતિ સાથે રહેલી મહિલાએ બિમારી હોવાનું રટણ કર્યું હતું. મંદિર જવાના બહાને દાગીના લઈ ગાયબ થઈ ગઈ હતી. 

પતિ સાથે એક માસ બિમારનુ બહાનું કરી રહીઃ મંદીર જવાનું કહી દાગીના લઈ ગાયબ

નિર્ણયનગરમાં રામેશ્વર મંદીર રોડ પર રહેતાં અંશીત કૌશિકભાઈ પટેલ (ઉં,૪૦)એ ગીતાબહેન અશોક પરમાર (ઈન્દીરાનગરના છાપરા, સૌરાબજી કમ્પાઉન્ડ) વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. જે મુજબ છ માસ પહેલા ફરિયાદીએ તેની સોસાયટીમાં આવતા મહેશ દવે અને રાજભાને પોતાના માટે સારી છોકરી બતાવવા વાત કરી હતી. ગીતા પરમાર નામની મહિલા સાથે બંનેએ ફરિયાદીનો સંપર્ક કરાવ્યો હતો. ગીતા પરમારે લગ્નની સહમતી આપી જણાવ્યું કે, તેના અગાઉ લગ્નથી એક પુત્રી છે, પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. લગ્નની તારીખ નક્કી કરશો ત્યારે લગ્ન કરીશું પણ લગ્ન માટે સોનાના દાગીના બનાવવા પડશે તેવી વાત ગીતા પરમારે કરી હતી. ફરિયાદી અને તેના માતાએ લગ્ન માટે દાગીના તૈયાર કરાવ્યા બાદ ગીતા પરમાર અને ફરિયાદીના કોર્ટ મેરેજ ગત તા.૬-૬-૨૦૨૨ના રોજ થયા હતા. એક મહિના સુધી પત્નીએ ફરિયાદીને તબિયત ખરાબ હોવાની વાત કરી લગ્નના હક્કો ભોગવવા દીધા ન હતા.ગત તા.૧૦-૭-૨૦૨૨ના રોજ મંદીર જવાનું બહાનું કરી પત્ની ગીતા ઘરે પરત ફરી ન હતી. પતિએ ફોન કરતા પત્નીએ તું મને છૂટાછેડા આપી દે તેવી વાત કરી હતી. આમ, લગ્નના મહિનામાં રૂ.૪૭ હજારના દાગીના લઈને ફરાર થઈ ગયેલી પત્નીએ છૂટાછેડાની વાત કરી પતિ સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ વાડજ પોલીસે નોંધી હતી.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *