૧૫ દિવસમાં આઠ આરોપીઓને શહેર જિલ્લામાંથી હદપાર કરાયા

0

[ad_1]

વડોદરા,વારંવાર મિલકત સંબંધી ગુનાઓ તેમજ દારૃ અને જુગારની પ્રવૃત્તિ કરતા આરોપીઓ સામે પીસીબી  પોલીસ દ્વારા તડીપારની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે.છેલ્લા ૧૫ દિવસમાં  કુલ આઠ આરોપીઓને શહેર તેમજ આજુબાજુના પાંચ જિલ્લામાંથી હદપાર  કરવામાં આવ્યા છે.

શહેરમાં શરીર સંબંધી ગુનાઓ કરી અશાંતિ  ફેલાવતા આરોપી પ્રતિક કનુભાઇ પટેલ (રહે.શિવાલય ટેનામેન્ટ,વોલ્ટેમ્પ કંપની પાસે, માણેજા) સામે  માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ચાર અને પત્ની પર ત્રાસ ગુજારવાનો એક ગુનો દાખલ થયો હતો.પ્રતિકને તા.૨૪-૦૬-૨૦૨૧ થી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે.

કારેલીબાગ નવી ધરતી રોહિત વાસમાં રહેતા ચેતન ઉર્ફે રેહાન અશોકભાઇ રાણાની સામે ખંડણી,મારામારી,ચોરી અને પ્રોહિબિશનના પાંચ ગુનાઓ દાખલ થયા હતા.ચેતનને તા.૦૪-૦૩-૨૦૨૨ થી બે વર્ષ માટે તડીપાર કરાયો છે.

પ્રતાનગર સિંધવાઇ માતા  રોડ પર સરદાર સોસાયટીમાં રહેતા ગોપી ઉર્ફે પરમજીતસીંગ પંજાબી સામે મકરપુરામાં મારામારી તથા માંજલપુરમાં એટ્રોસિટીના  ગુના દાખલ થયા હતા.ગોપીને તા.૧૭-૧૨-૨૦૨૨ થી બે વર્ષ માટે તડીપાર કરાયો છે.

વારસિયા વીમા દવાખાના પાછળ રહેતા  અર્જુનસીંગ દર્શનસીંગ દુધાણીની સામે ચોરીના ચાર સહિત પાંચ ગુનાઓ દાખલ થયા છે.તેને તા.૨૭-૧૨-૨૦૨૨ થી એક વર્ષ માટે તડીપાર કરાયો છે.

કારેલીબાગ તુલસીવાડી રોશન નગરમાં રહેતા યાકુબ સલીમભાઇ સૈયદ સામે મારામારી,ખંડણી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ત્રણ ગુનાઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.આરોપીને તા.૦૧-૦૧-૨૦૨૩ થી છ મહિના માટે તડીપાર કરાયો છે.

રણોલીની જય ભગવતી સોસાયટીમાં રહેતા જયરાજકુમાર ધર્મેન્દ્રભાઇ બારોટ સામે છાણીમાં બે અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં એક મળીને કુલ ત્રણ ચોરીના ગુનાઓ દાખલ થયા છે.આરોપીને તા.૦૩-૦૧-૨૦૨૩ થી છ મ હિના માટે હદપાર કરવામાં આવ્યો છે.

દાંડિયાબજાર જલારામ કોમ્પલેક્સમાં રહેતા રોહિત લાલાભાઇ કહારની સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૧૩ ગુનાઓ દાખલ થયા છે.આરોપીને તા.૦૩-૦૧-૨૦૨૩ થી બે વર્ષ માટે તડીપાર કરાયો છે.

નવાપુરા ભાથીજી મંદિર સામે રહેતા ઇકબાલ મોહંમદહનિફ શેખ સામે નવાપુરામાં બે અને પાણીગેટમાં એક ચોરીના ગુના દાખલ થયા હતા.તેને તા.૦૮-૦૧-૨૦૨૩ થી છ મહિના માટે તડીપાર કરાયો છે.

ગાજરાવાડી વિશ્વકર્મા ઝૂંપડપટ્ટીમાં રહેતા જોહરસીંગ દિલીપસીંગ બાવરી સામે શહેરના અલગ – અલગ પોલીસ સ્ટેશન ઉપરાંત આણંદમાં  પણ ચોરીના તેમજ મારામારીના કુલ ૧૬ ગુનાઓ નોંધાયા છે.આરોપીને તા.તા.૧૧-૦૧-૨૦૨૩ થી બે વર્ષ માટે તડીપાર કરાયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *