વળતર સ્કીમ બંધ થતાં ગુજરાતને GSTનો 14 ટકા ગ્રોથ જાળવવામાં અડચણો આવશે

0

[ad_1]

  • રાજ્યોની કુલ રેવન્યૂમાં GST વળતરનો 10 ટકાથી વધુ હિસ્સોઃ RBI
  • વળતર બંધ થવાને પગલે અડધો ડઝન રાજ્યોને માઠી અસર
  • નાણાંકીય સ્થિતિ અંગે રિઝર્વ બેંકના અહેવાલમાં જણાવાયું

કેન્દ્ર સરકાર દ્વારા હત વર્ષે જૂન મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના એકત્રિત કરાતી રકમમાંથી રાજ્યોને આપવામાં આવતા વળતરનો કાર્યક્રમ બંધ કરવાને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિળનાડુ, ઉત્તરાખંડ સહિત ઓછામાં ઓછા 10 રાજ્યોના બજેટમાં GSTનો ગ્રોથ રેટ 14 ટકા જાળવવામાં મુશ્કેલીની શક્યતા છે તેમજ અડધો ડઝન જેટલા રાજ્યોની આર્થિક પરિસ્થિતિને ખૂબ જ માઠી અસર થઈ છે. આ રાજ્યોની કુલ આવકમાં કેન્દ્ર સરકાર તરફથી મળતા GST વળતરની રકમ લગભગ 10 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં GSTનો અમલ કર્યા પછીના પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ GST વળતરની રકમ મેળવનાર પાંચ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને તમિળનાડુનો સમાવેશ થાય છે. જોકે, પાંચ વર્ષના અંગે GST વળતરની યોજના પૂરી થયા પછી GSTની આવક ઘટવાને કારણે સૌથી માઠી અસર પામેલા રાજ્યોમાં પંજાબ, પુડ્ડુચેરી, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

આ રાજ્યોની કુલ રેવન્યુમાં GST વળતરની રકમ 10 ટકાથી વધુ હિસ્સો ધરાવતી હતી. રાજ્યોની નાણાંકીય સ્થિતિ અંગે રિઝર્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, 2017-18થી 2022-23 દરમિયાન GSTનો અમલ કરાયાના પાંચ વર્ષના સમયગાળામાં GST વળતર પેટઉત્તર ભારતના રાજ્યોનો વાર્ષિક વૃદ્ધિગત રેવન્યુ ગ્રોથ 27.5 ટકાના દરે વધ્યો છે જ્યારે અન્ય રાજ્યોનો રેવન્યુ ગ્રોથ 14.8 ટકા નોંધાયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *