વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામે છેલ્લા પાંચ મહિનાથી લાખોના ખર્ચે બનેલ શાળા બિલ્ડીંગ તૈયાર હોવા છતાં લોકાર્પણ બાકી છે જેને લઈ હજુ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા ના મળતા કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા વહેલી સવારે 250 વિદ્યાર્થીઓને પાળી પધ્ધતિથી હાઈસ્કૂલમાં આવવાનો વારો આવે છે અને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે વહેલી તકે નવી શાળામાં પ્રવેશ મળે એવી વિદ્યાર્થીઓની સરકારને અપીલ કરી રહ્યાં છે.
વિધાર્થીઓ મૂકાયા ચિંતામાં
શિનોરની અવાખલ પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બે વર્ષથી બનતું હોય અને પાળી પધ્ધતિથી શિયાળો,ઉનાળો,ચોમાસુ હોય ત્યારે પણ વહેલી સવારે 7 વાગે હાઈસ્કૂલ બિલ્ડિંગમાં 1 થી 8 ધોરણ 250 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ને બે વર્ષથી હાલાકી વેઠી રહ્યાં છે,5 મહિનાથી તૈયાર અવાખલ શાળા બિલ્ડીંગ હોવા છતાં વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે મળેલ નથી વાહવાહી માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે.એવું દેખાઈ આવે છે હજુ 250 વિદ્યાર્થીઓને કેટલો સમય ઠંડી,તડકો,વરસાદ વેઠવો પડશે એ જોવું રહ્યું.
નવી શાળાનું લોકાર્પણ કયારે
નવી શાળા તૈયાર થઈને બની ગઈ છે તેમ છત્તા તેનું લોકાર્પણ થયું નથી,બીજી તરફ વિધાર્થીઓને તકલીફ પડી રહી છે,ત્યારે કોઈ મંત્રી કે ધારાસભ્યને આ શાળાના ઉદ્ધાટનમાં રસ નથી કે શું ? એક લોકાર્પણના કારણે બાળકોને કેટલી તકલીફ વેઠવી પડે છે એમ તો જુઓ આમ સરકાર હજારો રૂપિયાની ગ્રાન્ટ વિધાર્થીઓ પાછળ ખર્ચ કરતી હોય છે પરંતુ અહીયા વાસ્તવિકતા કંઈક અલગ છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આ શાળાનું લોકાર્પણ કયારે કરવામા આવશે.
ગુજરાત આમ ભણશે ?
વડોદરા જિલ્લાના શિક્ષણાધિકારી જરા જુઓ તમે કેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.બિલ્ડીંગ તૈયાર અને બધુ તૈયાર પણ એક ઉદ્ધાટન નહી થવાના કારણે બાળકો રખડી પડયા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે બાળકો અને માતા-પિતાની નજર એક જ જગ્યાએ છે કે નવું બિલ્ડીંગ બનીને તૈયાર થયું છે,તેમાં તેમના બાળકો ભણે અને તેમને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય.ગુજરાત વિકસિત છે નહી તો પછાત.