શિયાળાની ઋતુમાં લોકો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ધ્યાન રાખતા હોય છે તેવામાં જો આહાર પર ખાસ ધ્યાન રાખવામાં આવે તો શરીર મજબૂત અને રોગપ્રતિકારક શક્તિ વધારે સારી થઈ શકે છે. અળસીના બીજ, ચિયા બીજ, કોળાના બીજ આ 3 બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળતા હોય છે ત્યારે શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે સાથે તે શરીરને હૂંફ પણ પ્રદાન કરે છે. તેમાં મળી આવતા પોષક તત્વો તમારી ત્વચાને અંદરથી સ્વસ્થ અને મજબૂત રાખે છે, જે ત્વચાને સુંદર અને કોમળ બનાવે છે
શિયાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે. તેવામાં ઘણી વખત નાની-નાની બેદરકારીને કારણે બીમારીઓ શરીરને હાનિ પહોંચાડે છે આવી સ્થિતિમાં આ ઋતુમાં તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને અંદરથી પોષણ આપે છે અને તેને ગરમ રાખે છે. આ 3 બીજમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
બીજને ખાવાના ફાયદા:
બીજને કાચા ખાઈ શકાય છે પરંતુ તેને પલાળીને અથવા તો શેક્યા પછી ખાવું પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ મળે છે. અહીં અમે તમને કેટલાક બીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શિયાળાની ઋતુમાં તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરવા જોઈએ.
અળસીના બીજ: (Flax seeds)
અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે જે હાડકાંને ખૂબ જ મજબૂત કરે છે સાથે જ હૃદય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. અળસીના બીજમાં હેલ્ધી ફેટી એસિડ્સ હોય છે જે તમારી ત્વચા માટે ખૂબ જ ગુણકારી બની શકે છે. તે ત્વચા માટે કોઈ વરદાનથી ઓછું નથી કારણ કે અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન E હોય છે જે કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે અને તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન પણ રાખે છે.
ચિયા બીજ: (Chia seeds)
ચિયા બીજ વજન ઘટાડવામાં જેટલા લોકપ્રિય છે, તેટલા જ તે ત્વચા માટે પણ ફાયદાકારક છે.ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે ચિયાના બીજમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, અને ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
કોળાના બીજ: ( Pumpkin seeds)
કોળાના બીજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કોળાના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ છે, કોળાના બીજ ખાવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. કોળાના બીજમાં ભરપૂર પ્રોટીન હોય છે જે તમારા મસ્લસને મજબૂત બનાવે છે
આ સામગ્રી, આપ આપના નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.