લિવિંગ વિલ માટે વ્યવહારુ નિર્દેશ આપીશું : SC

0

[ad_1]

  • સૌને સન્માનપૂર્વક મૃત્યુનો અધિકાર
  • પેસિવ ઇચ્છામૃત્યુ અંગેના 2018ના નિર્દેશોની સમીક્ષા નહીં કરાય
  • આપેલા દિશાનિર્દેશોમાં સંશોધન કરવા માટે સહમતી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે પેસિવ ઇચ્છામૃત્યુ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં બુધવારે કહ્યું હતું કે તે 2018માં આ મુદ્દે તેણે આપેલા ચુકાદાની સમીક્ષા નહીં કરે અને તે માત્ર લિવિંગ વિલ, સારવારનો અંત લાવવા માટે એડવાન્સ મેડિકલ ડાઇરેક્ટિવને વધારે વ્યવહારુ બનાવવા માટે દિશાનિર્દેશ આપશે. સુપ્રીમ કોર્ટે 2018ના આદેશમાં પેસિવ ઇચ્છામૃત્યુ અંગે દિશાનિર્દેશ આપતા કહ્યું હતું કે સન્માનપુર્વક મૃત્યુ એ પણ મૌલિક અધિકાર છે. ન્યાયમૂર્તિ કેએમ જોસેફની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બંધારણ બેન્ચે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કોર્ટ દ્વારા વધારે સ્પષ્ટતાને કારણે વધારે અસમંજસ ન ફેલાવી જોઇએ. અમે તેને વધુ સરળ અને વ્યવહારું બનાવીશું પણ અમે તેની સમીક્ષા નહીં કરીએ. અમે મેટરને ખુલ્લી કોર્ટમાં રાખી હતી. અમે બધુ ફરી ન ખોલી શકીએ. આ પહેલા પેસિવ ઇચ્છામૃત્યુ મુદ્દે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યાના ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે 2018માં તેણે આપેલા દિશાનિર્દેશોમાં સંશોધન કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

ગંભીર બીમાર અને લિવિંગ વિલ બનાવી ચૂકેલા લોકોને સન્માન સાથે મૃત્યુનો અધિકાર, તેમને કાનૂની દાવપેચમાં ન ફસાવા દેવા જોઈએ : સુપ્રીમ

હોકિન્સ અને શૂમાકરનો ઉલ્લેખ થયો । સુનાવણીમાં જસ્ટિસ બોસ મેડિકલ સાઇન્સની વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો આપણે વિજ્ઞાની સ્ટીફન હોકિંગની કેરિયર જોઇશું તો ખૂબ પહેલા જ તેમના વિશે આગાહી કરી દેવાઇ હતી. હોકિંગ 14 માર્ચ 2018ના રોજ 76 વર્ષની વયે અવસાન પામ્યા હતા. તેઓ એમિયોટ્રોફિક સિલેરોસિસથી પીડિત હતા. સુનાવણીમાં વકીલ અરવિંદ દાતારે કહ્યું હતું કે તેઓ એવી વ્યક્તિને જાણે છે જે 21 વર્ષ બાદ સાજી થઇ હતી. તેમણે કહ્યું હતું કે માઇકલ શૂમાકર જે હજુ કોમામાં છે, આપણે નથી જાણતા કે આગળ શું થશે. જો કોઇ સ્ટેમ સેલ તેમને ફરી જીવિત કરી દે. બેન્ચે કહ્યું હતં કે એક સામાન્ય માનવી માટે જે ગંભીર બીમારી છે તે શૂમાકર માટે ગંભીર નથી.

નિયમોમાં પરિવર્તનની જરૂર । વરિષ્ઠ વકીલ અરવિંદ દાતાર અને પ્રશાંત ભૂષણે અરજદાર વતી કહ્યું હતું કે આ ત્રણ તબક્કાની પ્રક્રિયા 2018ના ચુકાદાને નગણ્ય કરી નાખે છે. હજુ સુધી આમ નથી થઇ શક્યું કે કોઇ પેસિવ ઇચ્છામૃત્યુ પામનારી વ્યક્તિ આ પ્રક્રિયા પૂરી કરી શકી હોય. બેન્ચે કહ્યું હતું કે નિયમોમાં પરિવર્તનની જરૂર છે પરંતુ સાથે જ આપણે સતર્ક પણ રહેવું પડશે કે કોઇના જીવનનો અર્થ ઓછો ન થાય. ડૉક્ટર ભગવાન નથી કે જે દરેક વાતની પાક્કી જાણકારી આપી શકે. તેઓ હવામાન વિજ્ઞાનીઓ જેવા હોય છે જે વિજ્ઞાનના આધારે જણાવે છે. અમે મેડિકલ સાયન્સના જાણકાર નથી.

હાલ શું છે નિયમ? । નિયમો અનુસાર જો કોઇ દર્દી મરણાસન્ન હોય અને લાંબી સારવાર બાદ પણ સુધારાને અવકાશ ન હોય તો ડૉક્ટર્સનું એક્સપર્ટ બોર્ડ બનાવવાનું હોય છે જેમાં જનરલ મેડિસિન, કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, નેફ્રોલોજી, સાઇક્રિઆટ્રી એ ઓન્કોલોજીના ડૉક્ટર્સ હોય છે. આ બોર્ડ દર્દીના પરિવારના આગ્રહ પર બનાવાય છે. મેડિકલ બોર્ડના સર્ટિફિકેટ બાદ ડીએમ એક અન્ય બોર્ડ બનાવે છે. બીજા મેડિકલ બોર્ડની મંજૂરી બાદ ડીએમ નિર્ણય કરે છે. જો હોસ્પિટલનું મેડિકલ બોર્ડ સારવાર બંધ કરવાની મંજૂરી ન આપે તો પરિવારના લોકો હાઇકોર્ટ જઇ શકે છે. ત્યાં પણ એક મેડિકલ બોર્ડ બનાવાય છે. જેના અભિપ્રાય પર કોર્ટે નિર્ણય આપવાનો હોય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *