Side Effects Of Drinking Tea On An Empty Stomach: ભારતમાં ચા પીવાનું વળગણ એટલું મોટું છે કે લોકો દિવસ દરમિયાન ગમે ત્યારે ચા પીવે છે અને પીવડાવે છે. મિત્રો મળ્યા છે તો ચા પીવાની, ચા પીવા મળવાનું, સંબંધીઓ, કુટુંબીઓ, ઓફિસના સાથીઓ, મહેમાનો અને બીજા કોઈપણ લોકો સાથે ચા પીવામાં ભારતીયો અવ્વલ છે.
શું ચા પીવાથી ઉંઘ ઉડી જાય કે સુસ્તી જતી રહે છે?
સામાન્ય રીતે લોકો થાક, કંટાળો, સુસ્તી અને ઉંઘ દૂર કરવા માટે ચા પીવાનું પસંદ કરે છે. તેના કારણે સવારમાં ગરમાગરમ ચા પીવાની આદત લોકોમાં સૌથી વધારે જોવા મળી રહી છે.