રાહુલ ગાંધી વરૂણ ગાંધીને કોંગ્રેસમાં કેમ સામેલ કરતાં નથી, શું છે મજબૂરી?

0

[ad_1]

  • મારું ગળું કાપી નાંખવામાં આવે તો પણ હું RSS ઑફિસમાં જઈ શકતો નથી: રાહુલ ગાંધી
  • વરુણે RSSની વિચારધારાને અપનાવી છે: કોંગ્રેસ સાંસદ
  • હું વરૂણને મળી શકું અને વધુમાં ભેટી શકું પરંતુ તેમની વિચારધારાને અપનાવી ના શકું: રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ખૂબ ચાલી રહી છે. આ ચર્ચા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાના નિવેદનથી શરૂ થઈ હતી. હવે ખુદ રાહુલ ગાંધીના નિવેદનથી વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે. આ માટે કોંગ્રેસના સાંસદની કોઈ મજબૂરી હોઈ શકે છે.

આ વાતને સમજવા માટે પ્રથમ આપણે તેમના નિવેદનને જોવું પડશે. વરુણ ગાંધીને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ બીજેપીમાં છે, મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. મારું ગળું કાપી નાંખવામાં આવે તો પણ હું RSS ઑફિસમાં જઈ શકતો નથી. વરુણે એ વિચારધારાને અપનાવી છે. હું તેમને મળી શકું છું. અને વધુમાં તેમને ભેટી શકું છું. પરંતુ હું તેમની વિચારધારાને અપનાવી શકતો નથી.

રાહુલ ગાંધી વિચારધારાને સ્વીકારી શકતા નથી

કોંગ્રેસ સાંસદે કહ્યું મારા પરિવારની એક વિચારધારા છે. તેમની એક અલગ વિચારધારા છે. જે વરુણ છે તેણે તે વિચારધારાને એક સમયે અને કદાચ આજે પણ અપનાવી છે. તેણે તે વિચારધારાને પોતાની બનાવી લીધી છે. તેથી જ હું તેની વિચારધારાને સ્વીકારી શકતો નથી. તે વિચારધારાને સ્વીકારવું મારા માટે શક્ય નથી.

રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ થયું કે વરુણ ગાંધીએ ભાજપમાં જોડાઈને RSSની વિચારધારાઓ અપનાવી છે. જેના કારણે હવે ભાઈને કોંગ્રેસમાં સ્થાન નહીં મળે. બીજી તરફ રાહુલ ગાંધી હંમેશા આરએસએસની વિચારધારાના કટ્ટર વિરોધી રહ્યા છે. તેમણે તો એમ પણ કહ્યું કે મારું ગળું કપાય તો પણ હું RSS ઑફિસમાં જઈ શકતો નથી. હું એ વિચારધારાને સ્વીકારી શકતો નથી.

રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે બંનેની વિચારધારાઓ ક્યાંય મેળ ખાતી નથી. જેના કારણે રાહુલ ગાંધીના ભાઈ વરુણ ગાંધીને ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ કરવા માંગતા નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *