Why Elon Musk is Keen to Bring Tesla in India: ઇલોન મસ્કની કંપની ટેસ્લા હવે ભારતમાં આવી રહી છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી આ કંપની ભારતમાં આવે તો ફક્ત દેશને જ નહીં, પરંતુ ઇલોન મસ્કને પણ એટલો જ ફાયદો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેસ્લાને ભારતમાં આવવા વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આમ છતાં ઇલોન મસ્ક ભારતમાં આવવા માટે ઉત્સુક છે અને એ માટે તેણે કામ પણ શરૂ કરી દીધું છે.