108 કિલો વજન ઘટાડ્યા બાદ અનંત અંબાણીના વજનમાં ફરી શા માટે વધારો થયો? જાણો શું છે કારણ

0

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈનો આ કાર્યક્રમ તેમના મુંબઈના ઘરે આયોજિત કરવામાં આવ્યો હતો. અનંત અંબાણીના સગાઈ સમારોહમાં ભારત અને વિદેશની મહાન હસ્તીઓ પહોંચી હતી. સગાઈના ફોટો અને વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીના વજનમાં ફરી વધારો થયો છે. થોડા વર્ષો પહેલા તેણે પોતાનું વજન 108 કિલો ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તેણે ફરીથી વજન કેવી રીતે ઘટાડ્યું?

અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ 2017માં એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે અનંતને અસ્થમા છે. એટલા માટે તેને ઘણી બધી સ્ટીરોઈડ આપવામાં આવી, જેના કારણે તેનું વજન વધી ગયું. રિપોર્ટ અનુસાર, પહેલા અનંતનું વજન લગભગ 208 કિલો હતું. બીજી તરફ, વજન ઘટ્યા પછી ફરી વધેલા વજન પાછળ નિષ્ણાતોનું માનવું છે કે કેટલીક દવાના વધુ પડતા ઉપયોગને કારણે અનંતનું વજન ફરી વધ્યું હશે. આ સિવાય વજન વધવાનું કારણ તેમની ખરાબ જીવનશૈલી પણ હોઈ શકે છે.

18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું હતું
2016માં અનંત અંબાણીના બોડી ટ્રાન્સફોર્મેશને બધાને ચોંકાવી દીધા હતા. તેની અકલ્પનીય વજન ઘટાડવાની યાત્રાથી ઘણા લોકો પ્રેરિત થયા. તેણે 18 મહિનામાં લગભગ 108 કિલો વજન ઘટાડ્યું હતું. અનંતના બોડી ટ્રાન્સફોર્મેશનમાં તેની માતા નીતા અંબાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અનંત દરરોજ 5-6 કલાક કસરત કરતો હતો જેમાં 21 કિલોમીટર વોક, વેઈટ ટ્રેનિંગ, યોગા, ફંક્શનલ ટ્રેનિંગ અને હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઇઝ સામેલ હતી. વજન ઘટાડવાની મુસાફરી દરમિયાન, અનંતના આહારમાં તાજા લીલા શાકભાજી, કઠોળ, અંકુરિત અને ડેરી ઉત્પાદનો (પનીર-દૂધ)નો સમાવેશ થતો હતો. તે દરમિયાન અનંતે જંક ફૂડ ખાવાનું બંધ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *