લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સમાવેશ કરવાની માગને લઇને શિક્ષણ શાસ્ત્રી અને જળવાયુ કાર્યકર્તા સોનમ વાંગ ચૂક સહિત 150 લોકોને દિલ્હી પોલીસ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા છએ. પોતાની માગને લઇને કૂચ કરી રહેલા આ લોકોને દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડરથી કસ્ટડીમાં લીધા છે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે તેઓને કૂચ કરતા રોક્યા હતા પરંતુ તેઓ પરત ન ફરતા સરહદ પર તૈનાત પોલીસ કર્મીઓ દ્વારા તેઓને કસ્ટડીમાં મોકલી દેવાયા.
આ અંગે સોનમ વાંગચુકે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની અટકાયત વિશે માહિતી આપી. તેમણે પોસ્ટમાં લખ્યું કે લદ્દાખને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવા માટે દિલ્હી જઈ રહેલા સ્વયંસેવકોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.
કોણ છે સોનમ વાંગચુક ?
- સોનમ વાંગચુક એજ્યુકેશનિસ્ટ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ છે.
- તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1966ના રોજ લદ્દાખના અલ્ચીમાં થયો હતો.
- તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)ના સ્થાપક-નિર્દેશક છે.
- 1993 થી 2005 સુધી વાંગચુકે લદ્દાખના એકમાત્ર મુદ્રિત મેગેઝિન લેન્ડેગ્સ મેલોગની સ્થાપના કરી અને તેના સંપાદક તરીકે સેવા આપી.
- મિકેનિકલ એન્જિનિયર વાંગચુક 30 વર્ષથી વધુ સમયથી શિક્ષણ સુધારણાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
ફિલ્મ 3 ઈડિયટ્સથી આવ્યા ચર્ચામાં
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ “થ્રી ઈડિયટ્સ” સોનમ વાંગચુકના જીવન પરથી પ્રેરિત હતી. આ ફિલ્મ બાદ તેઓ લાઈમલાઈટમાં આવ્યા. NIT શ્રીનગરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર સોનમ વાંગચુક લદ્દાખ અને દેશના શિક્ષણ અને વિકાસ માટે કામ કરી રહ્યા છે. વાંગચુકે અનેક શોધ કરી છે. જેમાં સોલર હીટેડ મિલિટ્રે ટેન્ટ, આર્ટીફિશિયલ ગ્લેશિયર અને SECMOL પરિસરની ડિઝાઇનનો સમાવેશ થાય છે.
માંગ શું છે ?
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. આ કારણો સર તેનો વિશેષ દરજ્જો નાશ પામ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશની રચનાને કારણે સ્વાયત્તતાથી વંચિત થઇ ગયા. શાસનમાં સરકારી નોકરીઓ અને જમીન અધિકારીઓમાં પૂરતુ પ્રતિનિધિત્વની માગ અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ થવા ઉપરાંત સંપૂર્ણ રાજ્યનો દરજ્જાની માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લદ્દાખમાં વધુ એક સંસદીય બેઠક વધારવાની માગનો પણ સમાવેશ થાય છે.
લદ્દાખના લોકો 2019થી આની માંગ કરી રહ્યા છે. તેનું નેતૃત્વ સોનમ વાંગચુક કરી રહ્યા છે. આ પહેલા પણ તેઓ માર્ચમાં 21 દિવસની ભૂખ હડતાલ પર ગયા હતા.
2019માં આપ્યુ હતુ ભાજપે આ વચન ?
મહત્વનું છે કે બીજેપીએ વર્ષ 2019ના તેના ચૂંટણી ઢંઢેરામાં અને ગયા વર્ષે લદ્દાખ હિલ કાઉન્સિલની ચૂંટણીમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું. જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. સોનમ વાંગચુકે પણ આ આંદોલનને લઈને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી હતી પરંતુ તે નિષ્ફળ ગઈ હતી. 26 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવામાં આવી રહ્યા છે. આને ઉમેરવાથી હવે કુલ સાત જિલ્લા થશે. લેહ અને કારગિલ ઉપરાંત પાંચ નવા જિલ્લાઓના નામ ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે. સરકારના આ નિર્ણય પાછળ આ આંદોલનને કારણ માનવામાં આવી રહ્યું છે.