પોલીસ અધિકારીઓના જ નાણાં વ્યાજે ફરતા હોય ત્યાં વ્યાજખોરોને કોણ નાથે

0

[ad_1]

  • વ્યાજખોરો સામેની અરજીઓ ધરાર દફ્તરે કરતી પોલીસ હવે અભિયાન ચલાવશે
  • પાંચ વર્ષમાં 500થી વધુએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી, પોલીસ ક્યાં?
  • દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ 2021માં વધીને 158 થઇ ગયું

અમદાવાદ સહિત રાજયભરમાં વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે રાજયના ગૃહવિભાગ દ્વારા આગામી 100 દિવસોમાં રાજય પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની બડાશો મારી છે. વાસ્તવમાં આખુ ગામ જાણે છે કે, રાજ્યના ઉચ્ચ પોલીસ-વહીવટી અધિકારીઓના મબલખ કાળા નાણાં વ્યાજે ફેરવવામાં આવી રહ્યાં હોય ત્યાં પોલીસ આવા વ્યાજખોરો સામે પગલાં ભરે તે વાત સદંતર હાસ્યાસ્પદ છે. ગૃહવિભાગ અને મંત્રી બધાને આની ખબર જ છે. છેલ્લા પાંચ વર્ષમાં 512 લોકોએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છતાં કોઈ વ્યાજખોરને પોલીસે વાળ સુદ્ધાં વાંકો નથી કર્યો એ જ આ હકીકતનો બોલતો પુરાવો છે.

પાંચ વર્ષમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ 2017માં 74 પુરુષ-8 મહિલા એમ 82 વ્યક્તિએ દેવાના બોજને લીધે આત્મહત્યા કરી હતી. દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ 2021માં વધીને 158 થઇ ગયું છે. આમ, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં 90 ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ 2021માં દેવાના બોજને લીધે સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોય તેમાં મહારાષ્ટ્ર (1535) સાથે મોખરે, તેલંગાણા (1385) સાથે બીજા, કર્ણાટક (1277) સાથે ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.

સટોડિયા, બુટલેગરો પોલીસના હપ્તા માટે પણ વ્યાજમાં ફસાય

ક્રિકેટના સટ્ટો, શેરબજાર અને બુટલેગરો ઉચા વ્યાજે નાણાં લેતા હોય છે. જેમાં ક્રિકેટના બુકીઓને વલણ ચુકવવા માટે નાણાંની જરૂર પડે એટલે વ્યાજખોરો પાસેથી નાણાં ઉચા વ્યાજે લઈ લેતા હોય છે. જયારે શેરબજારમાં ડબ્બાના કામ કરનારાને નુકસાન આવે અથવા તો બજારમાં નાણાં ભરવાના થાય એટલે તુરત મિત્રો અથવા અન્યની મદદથી વ્યાજખોરો પાસેથી નાણાં લેતા હોય છે. આ ઉપરાંત બુટલેગરો દારૂ લાવવા અથવા પોલીસનું ભરણ ભરવા માટે વ્યાજે નાણાં લેતા હોય છે.

રોજના વ્યાજની ઉઘરાણીથી મંથલીની ચુંગાલ

ડેઈલી કલેકશનથી માંડીને મંથલી નામે દસ ટકા વ્યાજ ઉઘરાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભાગના વેન્ડરો ડેઈલી કલેકશનમાં દસ હજારથી પચ્ચીસ હજારની ડાયરીમાં નાણાં લેતા હોય છે.જેમાં દરરોજ વ્યાજખોર હપ્તો લઈ જાય છે. જો એક દિવસ પણ હપ્તો ના આપે તો વ્યાજનું વ્યાજ અને દંડ લેતા હોય છે.જયારે મંથલીમાં સરકારી કર્મચારીઓ પાંચથી આઠ ટકાના વ્યાજે નાણાં લેતા હોય છે.જેમાં સરકારી કર્મચારી તેમનું ડેબીટ કાર્ડ આપીને વ્યાજખોર પાસેથી નાણાં લેતા હોય છે.જેમાં સરકારી કર્મચારીનો પગાર થાય એટલે વ્યાજખોર તેમાંથી નાણાં ઉપાડીને કાર્ડ પરત આપતા હોય છે. અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ડાયરી અને મંથલી કલેકશન ચાલી રહ્યા છે.

પોલીસની જ ઢીલી નીતિથી વ્યાજખોરો બેકાબૂ બન્યા : નિષ્ણાતો

કાયદાકીય નિષ્ણાતોના મતે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી જોગવાઈ હોવા છતા તાકીદે પગલા ભરવામાં આવતા નથી.જેના લીધે વ્યાજખોરો બેફામ બનતા હોય છે. અગાઉ વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ પોલીસની ઢીલી નીતી અને કાયદાકીય છટકબારીને લીધે વ્યાજખોરો આસાનીથી બહાર નીકળી જતા હોય છે. ખરેખર સરકારે વ્યાજખોરો સામે કડક કાયદાનો અમલ કરવાની સાથે પાસાના કાયદો લગાવે તો જ તેનો વ્યાજખોરો બંધ થશે,બાકી પોલીસ ગણતરીના દિવસો કામ કરશે અને પછી રાબેતા મુજબ ચાલશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *