આ વખતે ચારધામ યાત્રા થશે કે કેમ? જોશીમઠની હાલત પરથી નક્કી કરાશે

0

[ad_1]

  • બદ્રીનાથ યાત્રા જોશીમઠની પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે
  • ભગવાન બદ્રીનાથનો ખજાનો બીજે ક્યાંય ખસેડવામાં આવશે નહીં.
  • મંદિર સમિતિ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે

ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં ભૂસ્ખલન (Joshimath Crisis) વચ્ચે બદ્રીનાથ યાત્રાને (Joshimath Landslide) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે બદ્રીનાથ યાત્રા જોશીમઠની પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે, એટલે કે યાત્રા ક્યારે શરૂ થશે કે નહીં તે ત્યાંની પરિસ્થિતિઓ પર નિર્ભર છે. જણાવી દઈએ કે બદ્રીનાથ યાત્રા (Badrinath Yatra) 4 મહિના પછી શરૂ થવાની છે. ભગવાન બદ્રીનાથનો ખજાનો બીજે ક્યાંય ખસેડવામાં આવશે નહીં. મંદિર સમિતિ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

રાહત અને પુનર્વસન કાર્ય યથાવત

જોશીમઠમાં જમીન ધસી પડવાની પ્રક્રિયા ચાલુ છે અને ત્યાં સ્થિતિ સામાન્ય નથી. આસપાસના વિસ્તારોમાં પણ તિરાડો વધી રહી છે. સરકાર દ્વારા 181 બિલ્ડીંગ, હોટલ અને ગેસ્ટ હાઉસ તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રાહત અને પુનર્વસનના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

હિમવર્ષાથી ખતરો વધી શકે છે

જોશીમઠમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે ખતરો વધુ વધવાની આશંકા છે. હિમવર્ષાના કારણે મકાનો તોડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં તિરાડો પહોળી થઈ નથી, પરંતુ સ્થિતિ ચિંતાજનક છે. ખતરો ઘટવાને બદલે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 849 ઘરોની ઓળખ કરવામાં આવી છે અને 259 પરિવારોને રાહત કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે. આગામી 2-3 દિવસ સુધી હિમવર્ષા થશે.

સીએમ ધામીએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી

અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. મુખ્યમંત્રીએ આ અંગેના રાહત કાર્યોની પણ સમીક્ષા કરી હતી અને કામમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. સીએમ ધામી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ દિલ્હીથી પરત ફર્યા હતા. ધામીએ કહ્યું કે વિસ્થાપન અને પુનર્વસન માટે ત્યાંના લોકોને મળ્યા પછી સૂચનો લેવા જોઈએ. તેમણે આ અંગે વહેલી તકે રિપોર્ટ મોકલવા જણાવ્યું હતું. સાથે જ નવા જોશીમઠની સ્થાપના માટે પણ સૂચનો માંગવામાં આવ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *