સગા મામા-મામી વેચવા લઈ ગયા તો પારકા રીક્ષાવાળાએ મદદ કરી આશ્રમ પહોંચાડી : આજે 30 પ્રભુજીની સેવા કરે છે

0

[ad_1]

Updated: Jan 23rd, 2023


– ૧.૫ વર્ષના દીકરા અને માત્ર ૧ મહિનાની દિકરીની સાથે ટ્રેનમાં ટોયલેટ પાસે બેસીને સુરત આવ્યા: આશ્રમ થકી બીજા લગ્ન થતાં મેળેલા પતિ અને પરીવારે જીંદગી બદલી

– સંગીતાબેન તેમના પતિ લલિતભાઈ સાથે આશ્રમ સંભાળે છે જ્યારે તેમના બાળકોની સંભાળ સાસુ, સસરા, દિયર અને નણંદ રાખે છે

સુરત,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

કહેવત છે કે “નસીબનું કોઈ ઝુંટવી શકતું નથી અને ચોક્કસ સમય આવ્યા સિવાય કોઈને તે મળતું પણ નથી.’. સીમાડા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સંગીતાબેન લાઠીયા સાથે કઈક આવું જ થયું છે. માતા પિતાના હોવાથી મામાના ઘરે ઉછરેલા સંગીતાબેનને પતિ નામ મૃત્યુ બાદ સાસરી પક્ષે બાળકો સાથે છોડી દીધા હતા. મામા મામી તેમનો અને બાળકોનો સોદો કરવા રાજસ્થાન પણ લઈ ગયા.જો કે ભગવાન રૂપે આવીને મહિલાએ મદદ કરી અને તે ત્યાંથી સુરત આવી પહોંચ્યા. માનવસેવા આશ્રમમાં રહી સેવા આપ્યા બાદ આજે તેઓએ બીજા લગ્ન કરી પતિ સાથે મળીને તેમના જેવા અન્ય લોકોની મદદ કરી રહી છે. જેમાં નિ:શુલ્ક રહેવા, જમવાની સગવડ આપે છે. 

સંગીતાબેનને માતા-પિતા વિશે ખ્યાલ નથી. તેમના મામા અને નાના એ તેમનો ઉછેર કર્યો હતો. જો કે નાની ઉંમરે તેમના લગ્ન પણ કરાવી દીધા હતા. જોકે પતિ નું મૃત્યુ થતા સાસરી પક્ષેથી દોઢ વર્ષના દીકરાને છોડીને માત્ર ૧ મહિનાની દીકરીને સાથે લઈ જવાની વાત કરી તેમના ઘરમાંથી હકી કાઢવામાં આવ્યા હતા. તે તેમણે તેમના બંને બાળકોને સાથે રાખવાની જીદ કરી હતી અને પિયર મામાના ઘરે આવ્યા હતા પરંતુ મામા મામી રાજસ્થાનના બિકાનેર ખાતે સંગીતાબેન તેના બે બાળકોને વેચવા માટે લઈ ગયા હતા જોકે ભલીમહિલાએ સંગીતાબેનને આ માહિતીથી અવગત કરાવ્યા હતા અને ત્યાંથી નીકળી જવા માટે મદદ કરી હતી. મહિલાએ ૫૦૦ રૂપિયા આપી તેમને ટ્રેનમાં બેસાડી દીધા હતા તો કે ટિકિટ ન હોવાને કારણે તેઓ બાળકો સાથે ટોયલેટ પાસે બેસીને સુરત આવ્યા હતા. સુરત આવ્યા બાદ બે ત્રણ દિવસ સુધી તેઓ ભૂખ્યા રહ્યા હતા કારણ કે કોઈએ મદદ કરી ન હતી. જોકે રેલવે સ્ટેશન પાસે એક રિક્ષાવાળા ભાઈ એ તેમને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મુક્યા હતા. ત્યાંથી તેમના જીવનના બદલાવની શરૂઆત થઈ હતી.

આશ્રમમાં ગયા બાદ તેઓ ત્યાં ૧૫ દિવસ રોકાયા હતા અને ત્યારબાદ જેરામભાઈની સાથે વાત કરીને તેમને ત્યાં સેવા આપવાનું નક્કી કર્યું હતું અને પ વર્ષ સુધી તેમને ત્યાં સેવા પણ આપી હતી. તે સમયે તેમના મોટા દીકરાને અમરેલીમાં ભણવા માટે મોકલ્યો હતો અને દીકરી નાની હોવાથી પોતાની પાસે રાખી હતી. આશ્રમમાં તેમના બીજા લગ્નની વાત થતા સેવા કરતા ભાઈ ના દીકરા સાથે તેમના લગ્ન થયા છે. જેમની સાથે તેમને પાંચ વર્ષ નો દીકરો પણ છે. જે તે સમયે પરિસ્થિતિને કારણે દૂર કરાયેલા બાળકને પણ પોતાની સાથે લઈ લીધો છે . એટલે કે આજે તેમનાં ત્રણેય સંતાનો તેમની પાસે જ છે. અગત્યની વાત એ છે કે તેઓએ અન્ય જરૂરિયાતમંદિરની મદદ કરી શકે તે માટે આશ્રમ શરૂ કર્યો છે જે લોકદાનથી ચાલે છે.

આ અંગે સંગીતાબેન લલિતભાઈ લાઠીયા કહ્યું કે, મેં મારી જિંદગીમાં ઘણું બધું દુઃખ જોયું છે જેને લઈને મેં નક્કી કર્યું હતું કે હું મારા જેવી એક પણ સ્ત્રીની મદદ કરી શકીશ તો મારો જન્મ સફળ થશે .જેથી મેં આશ્રમની શરૂઆત કરી છે. ભૂતકાળમાં મને મારા પરિવારનો સપોર્ટ મળ્યો નહોતો. પરંતુ અત્યારે ભાગ્યશાળી છું કે મારા પતિ અને સાસરી પક્ષના લોકો મને મળ્યા છે. હું અને મારા પતિ આશ્રમ ચલાવીએ છીએ . જ્યારે મારા સાસુ, સસરા, દિયર અને નણંદ નાનું મોટું કામ કરીને મારા ત્રણેય બાળકોને ભણાવી રહ્યા છે. અમે આશ્રમે રહીએ છીએ . મારો પરિવાર પાસોદરા રહે છે. અમારી સાથે અહીં ૧૫ સ્ત્રી પ્રભુજી અને ૧૫ પુરુષ પ્રભુજી છે જેની સેવા અમે કરીએ છીએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *