જમાઈ બન્યો જમ ઃ ગળું દબાવી, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સાસુની હત્યા

0

[ad_1]

Updated: Jan 29th, 2023


ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાંથી મળ્યો મૃતદેહ

વતન મહારાષ્ટ્રથી અઠવાડિયા પહેલાં મૃતક મહિલા વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા દીકરી-જમાઇ સાથે રહેવા આવ્યા હતા ઃ હત્યા બાદ જમાઇ પરિવાર સાથે ફરાર

અમરેલી : ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં રહી ભાગીયુ વાવી પેટિયું
રળતા પરપ્રાંતિય જમાઈએ અઠવાડિયા પહેલા જ વતન મહારાષ્ટ્રથી અહીં આવેલ પોતાની
સાસુનું કોઈ કારણોસર ગળું દબાવી તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા નીપજાવી લાશને
પડતર જગ્યામાં ફેંકી દઈ પરીવાર સાથે નાસી ગયાની ઘટનાથી ભારે ચકચાર મચેલ છે. પોલીસે
હત્યારા જમાઇની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના પાદરગઢ ગામના જયરાજ
દિલુભાઇ વાળા નામના ખેડૂતની વાડીમાં છેલ્લા ત્રણેક માસથી  ભાગીયા તરીકે પેટિયું રળતા પરપ્રાંતીય  દિલીપ બોડીયાભાઈ તડવી નામના મહારાષ્ટ્રના
દેવમોગરા ગામનો શખ્સ પોતાના  પરિવાર સાથે
રહેતો હતો. અઠવાડિયા પહેલા આ શખ્સના સાસુ પોતાના વતનમાંથી અહીં આવેલ હતા. બે દિવસ
પહેલા ખેડૂત જયરાજભાઈ પોતાની વાડીએ ગયેલ હતા. તે અરસામાં પોતાના ભાગીયાને વાડીમાં
ન જોતા આજુબાજુ તપાસ કરેલ હતી. પરંતુ પોતાનું ભાંગીયુ વાવતા યુવાન અને તેમની પત્ની
,બાળકો પણ જોવા
મળેલ ન હતા.

તેથી બાજુ ની વાડીમાં તપાસ કરવા ગયેલ.ત્યાં પડતર જગ્યાએ
ઝાડી ઝાંખરામાં મહિલાની લાશ પડેલ જોઈ હતી.તેથી ખેડૂતે ચલાલા પોલીસને જાણ કરેલ
હતી.ચલાલા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ.અર્થે મોકલી મહિલાની
હત્યા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરેલ હતી.

જેમાં નાશી છૂટેલા યુવાનના સાઢુભાઈ કે જે પણ આ વિસ્તારમાજ
ખેતમજૂરી કરતો હતો.પોલીસને તેમની પાસેથી મળેલ વિગતથી આ પ્રૌઢ મહિલાની હત્યા તેમના
ભાગી છૂટેલા જમાઈએ જ કરેલ હોવાનું માલુમ પડેલ હતું.મૃતક મહિલાના માથાના ભાગે
તીક્ષન હથિયારના નિશાન અને ગળું દબાવી હત્યા નીપજાવી લાશને પડતર જમીનના ઝાડી
ઝાંખરામાં ફેંકી દીધેલ હતી.અને તેમનું નામ થોભડીબેન કમસિંગ બોસલે (ઉ.વ.૫૨
, રહે. જાવદાવાડી
વિસ્તારના શાંહદા જિ. નંદુરબાર
,
મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળતાં ખેડૂત જયરાજભાઈ વાળાએ દિલીપ સામે પોલીસમાં
હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી. જમાઈએ પોતાના સાસુની હત્યા ક્યા કારણોસર કરેલ હતી તે
દિશામાં અને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *