ખરાબ ખાણીપીણી અને બગડેલી જીવનશૈલીના કારણે કિડનીના રોગો વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, વ્યક્તિની એક કિડની સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ સ્થિતિમાં, દર્દીના જીવનને બચાવવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમાં સ્વસ્થ વ્યક્તિના શરીરમાંથી કિડની કાઢીને અન્ય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટ પછી દાતાના શરીરમાં માત્ર એક જ કિડની રહે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સ્વસ્થ કેવી રીતે રહે? આ અવયવો દૂર કર્યા પછી શું થાય છે? શું વ્યક્તિ સામન્ય જીવન જીવી શકે છે?
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. હિમાંશુ વર્મા કહે છે કે દેશમાં દર વર્ષે કિડનીના રોગોના કેસ વધી રહ્યા છે. હવે લોકો નાની ઉંમરે પણ કિડનીની બીમારીનો ભોગ બની રહ્યા છે. પહેલા કિડનીનો પ્રોબ્લેમ 50 વર્ષની ઉંમર પછી થતો હતો. પરંતુ હવે 30 થી 40 વર્ષની ઉંમરે કિડની ડેમેજ થઈ રહી છે.આવી સ્થિતિમાં દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે. જેમાં એક દાતા પોતાની કિડની દાન કરે છે. આ કારણે તેના શરીરમાં માત્ર એક જ કિડની રહે છે. એવામાં ઘણી વાતોનું ધ્યાન રાખવું જરુરી છે.
એક કિડની કાઢી નાખ્યા પછી શું થાય છે?
એક કિડની કાઢી નાખ્યા પછી, બીજી કિડની શરીરના કિડની સંબંધિત તમામ કાર્યોને કબજે કરવાનો પ્રયાસ કરે છે. એક કિડની પણ તમામ જરૂરી કાર્યો કરે છે. એવા ઘણા લોકો છે જે એક કિડની સાથે જન્મે છે.જો વ્યક્તિનો આહાર અને જીવનશૈલી સારી હોય તો તેને કોઈ ખાસ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ જો વ્યક્તિ વધુ પડતું મીઠું ખાય છે. જો તેના આહારમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય અને તે દારૂનું સેવન કરે અથવા નશામાં હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
થઈ શકે છે ઘણા પ્રોબ્લેમ
એક કિડની કાઢી નાખ્યા પછી, બીપીમાં ફેરફાર થઈ શકે છે. શરીરમાં પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. પ્રોટીનની પૂર્તિ માટે સારો આહાર લેવો જરૂરી છે. કિડનીને દૂર કર્યા પછી, વિટામિન અને ખનિજોની ઉણપ થઈ શકે છે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે. લોકોને ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. કિડની દાન કર્યા પછી, વ્યક્તિએ તેના શરીરની નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો કોઈ સમસ્યા દેખાતી હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી સારવાર શરૂ કરવી જોઈએ.