દેશમાં ઘઉંનું ઉત્પાદન વિક્રમી 11.2 કરોડ ટન રહેવાનો અંદાજ

0

[ad_1]

  • વર્તમાન આબોહવા પાકની સારી પ્રગતિ માટે અનુકૂળ હોવાથી ઉત્પાદન ઊંચું જોવા મળ્યું
  • અગાઉ 2020-21ના વર્ષમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.959 કરોડ ટન પર નોંધાયું
  • ગયા સપ્તાહાંત સુધીમાં 3.37 કરોડ હેક્ટર વિસ્તારમાં નોંધાયું

નવી રવિ માર્કેટિંગ સિઝનમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 11.2 કરોડ ટનનો નવો વિક્રમ દર્શાવે તેવી શક્યતા છે. સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ દેશમાં ઘઉંનું ઊંચું વાવેતર જોતાં તેમજ અત્યાર સુધી આબોહવા અનુકૂળ જોતાં ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાશે. ગઈ સિઝનમાં કાપણી વખતે અચાનક ગરમીનું મોજું જોવા મળતાં દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.684 કરોડ ટન પર જોવા મળ્યું હોવાનું કૃષિ મંત્રાલયનો ડેટા જણાવે છે. અગાઉ 2020-21ના વર્ષમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.959 કરોડ ટન પર નોંધાયું હતું. હવામાનની વર્તમાન સ્થિતિ જોતાં ઘઉંના પાકની સ્થિતિ ઘણી સારી છે. વાવેતર પણ ગઈ સિઝનની સરખામણીમં 1 ટકાથી વધુ ઊંચું જોવા મળી રહ્યું છે અને ગયા સપ્તાહાંત સુધીમાં 3.37 કરોડ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે. જેને જોતાં નવી માર્કેટિંગ સિઝનમાં 11.2 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ છે એમ વર્તુળો જણાવે છે. મુખ્ય રવી પાક એવા ઘઉંનું વાવેતર ઓક્ટોબરમાં શરૂ થાય છે અને જાન્યુઆરીની મધ્યમાં પૂર્ણ થતું હોય છે.

ચાલુ સિઝનમાં વાવેતરની શરૂઆત વહેલી જોવા મળી હતી અને તેથી નોંધપાત્ર વિસ્તારોમાં ફ્બ્રુઆરીના બીજા પખવાડિયામાં પાક તૈયાર પણ થઈ જશે. આમ ગઈ સિઝનની જેમ ગરમીની ચિંતા ઓછી રહેશે. દેશમાં ઉત્તરીય ભાગોમાં ઘઉંની કારણી માર્ચ અને એપ્રિલમાં જોવા મળતી હોય છે. તાજા આંકડા મુજબ દેશમાં ઘઉંનું વાવેતર 1.3 ટકા વૃદ્ધિ સાથે 337.18 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 332.52 લાખ હેક્ટરમાં જોવા મળતું હતું. આમ વાવેતરમાં લગભગ પાંચ લાખ હેક્ટરની વૃદ્ધિ જોવા મળી રહી છે. રવી માર્કેટિંગ સિન જુલાઈથી જૂન દરમિયાન ગણવામાં આવે છે. દેશના મોટાભાગના મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વાવેતરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશમાં 2.92 લાખ હેક્ટરની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. જે ઉપરાંત રાજસ્થાન(2.52 લાખ હેક્ટર), મહારાષ્ટ્ર(1.01 લાખ હેક્ટર), બિહાર(0.81 લાખ હેક્ટર), છત્તીસગઢ(0.65 લાખ હેક્ટર), ગુજરાત(0.54 લાખ હેક્ટર), પિૃમ બંગાળ(0.09 લાખ હેક્ટર), જમ્મુ એન્ડ કાશ્મીર(0.07 લાખ હેક્ટર) અને આસામ(0.03 લાખ હેક્ટર)નો સમાવેશ થાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *