થોડા સમય પહેલાં આપણે ટેકનોવર્લ્ડમાં વાત કરી હતી કે વોટ્સએપમાં આપણા પર આવેલા વોઇસ મેસેજને ટેક્સ્ટમાં કન્વર્ટ
કરીને વાંચી શકાય તેવી સગવડ આવી ગઈ છે. આપણે કોઈ મીટિંગમાં કે અન્ય જાહેર સ્થળે
હોઇએ અને વોઇસ મેસેજ બધાને સંભળાય એ રીતે સાંભળી શકીએ તેમ ન હોઇએ ત્યારે વોઇસ
મેસેજને ટેકસ્ટમાં ફેરવવાની સગવડ બહુ ઉપયોગી થાય. હવે સમાચાર છે કે વોટ્સએપમાં આ