Cyber attack on WhatsApp: સાયબર એટેક કરવા માટે હેકર્સ જાતજાતના પેંતરા અજમાવતા રહે છે. તાજેતરમાં તેમણે વોટ્સએપ એટેક કરતા કંઈક જુદો જ પેંતરો અપનાવ્યો હતો! જી હા, એન્ક્રિપ્શનને લીધે અત્યંત સુરક્ષિત ગણાતું વોટ્સએપ પણ હવે સુરક્ષિત રહ્યું નથી. વાતની પુષ્ટિ ખુદ વોટ્સએપની માલિક કંપની ‘મેટા’ દ્વારા કરાઈ છે.
મેટાએ આ સાયબર એટેકની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, હેકર્સે દુનિયાના 20 દેશોના 90 લોકો પર સાયબર હુમલો કર્યો છે, જેમાં પત્રકારો અને અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે.