WhatsApp મેસેજિંગ એપ પર દિવસ જાય તેમ નવા નવા ફીચર્સ અને અપડેટ્સ આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર વોટ્સ એપ નવા ફીચર્સ લઇને આવ્યું છે. આ ખાસ ફિચર્સ વીડિયો કોલ માટે આવ્યા છે. આનાથી વિડીયો કોલ કરવાની મજા બેવડાઇ જશે. વપરાશકર્તાઓને નવા ફિલ્ટર્સ અને વિડિઓ કૉલ્સ દરમિયાન પૃષ્ઠભૂમિ બદલવાનો વિકલ્પ મળશે.
વિવિધ વાર્તાલાપ અથવા વિડિયો ચેટિંગ દરમિયાન યુઝર્સ વિવિધ ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકે છે. ત્યારે આજે તમને જણાવીશું કે તમે WhatsAppમાં આવનારા ફીચર્સ અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો.
વીડિયોમાં ઈફેક્ટ ઉમેરાશે
વોટ્સએપમાં નવા ફીચર ફિલ્ટર્સ સામેલ કરવામાં આવ્યા છે. તેની મદદથી યુઝર્સ તેમના વીડિયોમાં આર્ટિસ્ટિક ઈફેક્ટ્સ સામેલ કરી શકશે, જેમાં યુઝર્સને કલરનો સ્પ્લેશ અથવા યુનિક સ્ટાઈલ જોવા મળશે. આ વીડિયો કૉલને વધુ સારી રીતે વિઝ્યુઅલ દેખાવ આપશે.
વોટ્સએપમાં 10 ફિલ્ટર્સ જોવા મળશે
અહીં યુઝર્સને 10 નવા ફિલ્ટર્સ જોવા મળશે. તેમાં વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે, જેમાં વોર્મ, કૂલ, બ્લેક એન્ડ વ્હાઇટ, ડ્રીમી વગેરેનો સમાવેશ થાય છે. દરેક ફિલ્ટર એક અલગ જ અનુભવ આપે છે. યુઝર્સ તેમની વાતચીતના મૂડ અનુસાર ફિલ્ટર્સ પસંદ કરી શકે છે.
તમને ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો મળશે
વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ સરળતાથી બદલી શકાય છે. આ ફીચરની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારે બેક ગ્રાઉન્ડમાં શું બતાવવુ છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેના બેકગ્રાઉન્ડમાં કેફે કે બીચ વગેરે બતાવી શકે છે. આ સિવાય તેમાં બ્લર ઈફેક્ટ પણ જોવા મળશે. ફિલ્ટરની જેમ આમાં પણ 10 બેકગ્રાઉન્ડ ઓપ્શન ઉપલબ્ધ હશે.
વોટ્સએપના ફીચર્સનો ઉપયોગ કેવી રીતે કરવો?
વોટ્સએપનું આ ખાસ ફીચર હાલમાં તો તમામ યુઝર સુધી પહોંચ્યુ નથી. હાલ આ ફીચરને રોલઆઉટના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ ટૂંક સમયમાં જ આ ફીચર તમામ યુઝર્સમાં જોવા મળી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે જ્યારે વીડિયો કોલ ચાલુ હોય ત્યારે ઇફેક્ટ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. આ આઇકન જમણી બાજુએ જોવા મળશે. જેમાં જઇને તમે તમારી પસંદગીની થીમ રાખી શકો છો.