વોટ્સએપ : હવે ગૂગલ ડ્રાઇવ વગર જ ડેટા ટ્રાન્સફર કરી શકાશે

0

[ad_1]

વિશ્વભરમાં ચિટચૅટ, ફોટો આપલે, વીડિયો ટોક અને અન્ય ફાઇલ્સ આપલે માટે વોટ્સએપ ખૂબ જ જાણીતું છે. તેમજ તેના યૂઝર્સ પણ વિશ્વભરમાં અઢળક જોવા મળી રહ્યા છે. વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અવનવાં ફિચર લાવીને તેમને ખુશ રાખે છે અને એપને વધુ સરળ બનાવી આપે છે. અલબત્ત, હંમેશની જેમ વોટ્સએપ પોતાના યૂઝર્સને નવાંનવાં ફિચર્સ આપતું રહે છે. આ વખતે વોટ્સએપ જે ફિચર લાવ્યું છે તેનાથી યૂઝર્સને વધુમાં વધુ સરળતા રહેશે. આ ફિચરથી યૂઝર્સ પોતાના ફોનની ચૅટને ટ્રાન્સફર કરી શકે છે. આ ફિચરને આઇઓએસ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બંને જણા વાપરી શકે છે. તેમજ યૂઝર્સ આ ફિચરની મદદથી ગૂગલ ડ્રાઇવ પર ડેટા સ્ટોર કર્યા વગર જ બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકશે. વોટ્સએપનું આ ફિચર તમારી ફાઇલ્સનું ઓફલાઇન બેકઅપ લેવામાં, તમામ ડેટાને એક ફોલ્ડરમાં પ્રાપ્ત કરવામાં અને ફરીથી તે ફોલ્ડરને બીજા ફોનમાં ટ્રાન્સફર કરવા માટે સરળ બની રહ્યું છે. અલબત્ત, તમારા ફોન ઇન્ટરનેટનો ડેટા પૂરો થઇ ગયો છે અને આસપાસ કોઇ વાઇફાઈ સુવિધા પણ નથી તો આ ફિચર કામ કરશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *