આજના સમયમાં બધા લોકો ફિટનેસ અને હેલ્ધી ડાયટને ફોલો કરી રહ્યા છે. હેલ્ધી ખોરાકનું સેવન કરે છે, પણ શું તમે બજારમાં મળતા પ્રોડક્ટ્સ પર જે શબ્દો લખ્યા હોય છે શું તમે એના પર કોઈ દિવસ ધ્યાન આપ્યું છે? શું તે શબ્દોને સમજવાની કોશિશ કરી છે?
ખાસ કરીને ત્યારે જ્યારે વાત શુગરની હોય. ઘણા બધા લોકો મૂંઝવણમાં પડી જાય છે જ્યારે ‘No Added Sugar’ કે ‘Sugar Free’ લખ્યું હોય છે. આમ તો આ સાંભળવામાં સરખું જ લાગે છે. પરંતુ બંને વચ્ચે મોટો અંતર છે. જે તમારી સેહતને પણ અસર કરે છે. જો તમે ડાયાબિટીક છો, અને વજન ઓછું કરો છો અને હેલ્ધી ખોરાકની આદત પાડો છો તો આ બંને વચ્ચેનો અંતર જાણવો જરૂરી છે. તો જાણો કે ‘No Added Sugar’ અને ‘Sugar Free’ વચ્ચે શું અંતર છે. અને કોને કેવા પ્રોડક્ટ લેવા જોઈએ.
No Added Sugarનો શું અર્થ થાય છે?
No Added Sugarનો મતલબ એ થાય છે કે જે વસ્તુઓ કે પ્રોડક્ટ હોય છે તેમાં વધારાની શુગરને નથી નાખવામાં આવતી. એટલે કે તેમાં ના તો સફેદ ખાંડ નાખવામાં આવે છે કે ના તો ગોળ. પરંતુ તેનો એવો મતલબ નથી થતો કે તે ખાંડ વગરની છે. તેમાં ફળ, દૂધ કે અનાજ જેવી વસ્તુઓમાંથી મળતી નેચરલ શુગર નાખવામાં આવે છે. એટલા માટે જો તમે ડાયાબિટીક છો તો શુગરને કંટ્રોલ કરવા માગો છો આવા પ્રોડક્ટને પૂરતી માત્રામાં લેવું જરૂરી છે.
Sugar Freeનો શું મતલબ થાય છે?
શુગર ફ્રીનો મતલબ થાય છે કે તે પ્રોડક્ટ નેચરલ શુગરથી બનાવામાં આવી છે. અને તેમાં કોઈ પણ બીજી ખાંડ કે ગોળ કે મધ નાખવામાં આવ્યું નથી. પરતું આ મીઠાશ આર્ટિફિશિયલ જેવા કે સૈક્રોલોજ, એસ્પાર્ટેમ અને સ્ટેવિયાથી બનેલું છે. આવા પ્રોડક્ટને સામાન્ય રીતે ડાયાબિટીક અને વજન ઘટાડતા લોકો માટે બનાવામાં આવે છે. પરંતુ આને જરૂરત થી વધારે ના લેવું જોઈએ. કારણ કે તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ હોય છે.
તમારા માટે કયું છે યોગ્ય?
જો તમારે પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ ચાલુ કરવી હોય અને તમે શુગરને ઓઠી કરવા માગો છો તો No Added Sugar વાળા પ્રોડક્ટનો ઓપ્શન બેસ્ટ રહેશે. કારણ કે તેમાં પ્રોટીન પણ હોય છે. અને જો તમે ડાયબિટિક છો અને શુગરને પૂરી રીતે બંધ કરવા માગો છે તે તમારે Sugar Free વાળા પ્રોડક્ટનો ઓપ્શન બેસ્ટ રહેશે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.